ભારતના ચૂંટણી પંચ ધ્વારા રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધા- “મારો મત એ મારૂં ભવિષ્ય છે, એક મતની તાકાત” ની થીમ પર તા.૨૫/૦૧/૨૦૨૨ રાષ્ટ્રીય મતદાતા દિવસના રોજ લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં તમામ વય જુથના લોકો સહભાગી બની શકે તે માટે જુદી જુદી ૫ (પાંચ) પ્રકારની હરીફાઈ જેમ કે, ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, સંગીત સ્પર્ધા, વિડીયો બનાવવા અને પોસ્ટર ડિઝાઇન જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે કલાપ્રેમી, વ્યવસાયિક, સંસ્થાકીય જેવી ૩ શ્રેણીઓ નક્કી કરવામાં આવેલ છે. કોઈ પણ વ્યક્તિ પોતાને લાગુ પડતી શ્રેણીમાં નામ નોંધાવી શકે છે. તમામ સ્પર્ધામાં અલગ અલગ કેટેગરી પ્રમાણે સૌથી સારૂં પ્રદર્શન કરનાર સ્પર્ધકને ચૂંટણી પંચ ધ્વારા રૂા.૨,૦૦,૦૦૦/- સુધીના રોકડ ઈનામ પણ આપવામાં આવશે, એમ જણાવાયું છે. વધુમાં જણાવાયા અનુસાર સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રતિસ્પર્ધીએ https://ecisveep.nic.in/contest/ વેબસાઈટ ૫૨ ઉપલબ્ધ વિગતવાર માર્ગદર્શિકા અને શરતોનું પાલન કરવાનું રહેશે. ઉપરોક્ત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા માટે https://ecisveep.nic.in/contest/ વેબસાઈટ પર રજીસ્ટર કરવાનું રહેશે. તથા ગીત, વિડિયો, સ્લોગન અને પોસ્ટર સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાની વિગતો voter-contest@eci.gov.in ઇ-મેઇલ ૫૨ સ્પર્ધાનું નામ, શ્રેણી/કેટેગરીની વિગતો સાથે ચૂંટણી પંચને મોડામાં મોડી તા.૧૫/૦૩/૨૦૨૨ સુધીમાં સબમીટ કરવાની રહેશે. એન્ટ્રી સાથે સ્પર્ધકે પોતાનું નામ, સ૨નામું, મોબાઈલ નંબર જેવી વિગતો મોકલવાની રહેશે. વિડીયો, ગીત અને સ્લોગન માટે સ્પર્ધકો કોઈ પણ માન્ય ભાષામાં પોતાની કૃતિ રજુ કરી શકશે. સદરહું ઉક્ત સ્પર્ધામાં ભાગ લેવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર તરફથી છોટાઉદેપુર જિલ્લાની જનતાને જાહેર અપીલ કરવામાં આવી છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર