ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને મોટી દેવરુપણ ગામના સરપંચ શંકરભાઈ વસાવા 300 જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાતા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ તમામ કાર્યકર્તાઓને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા છે.
કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા આગેવાનોએ જણાવ્યું કે પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના વિકાસના કામોથી પ્રભાવિત થયા છે. કોંગ્રેસમાં ચાલતા આંતરીક વિખવાદ, જુથબંધી, અપમાન, અવગણના અને વિશ્વાસઘાતથી તંગ આવીને હંમેશને માટે કોંગ્રેસ પક્ષને રામ રામ કહી દીધા. કોંગ્રેસ પક્ષમાં હંમેશા પરીવારવાદ ચાલતો હોય છે અને પરીવાર વાદના લીધે હાલમાં કોંગ્રેસ પક્ષના ઘણા નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસ પક્ષને હંમેશા આદિવાસી હિતની પડી નથી. કોંગ્રેસ પક્ષમાં આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. કોંગ્રેસ પક્ષે ખોટી ખોટી રેલીઓ તથા ખોટા આવેદનપત્ર આપી પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરતો આવ્યો છે તથા સમાજ – સમાજ વચ્ચે વર્ગવિગ્રહ કરાવે છે અને સમાજને તોડવાનો સતત પ્રયાસ કરે છે. જેના કારણે આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો થતા નથી હવે ઉમરપાડા તાલુકો કોંગ્રેસ મુક્ત બનવાના આરે ઉભો છે તાલુકામાંથી એક પણ ગામનો સરપંચ કોંગ્રેસ સાથે નથી તેમ જણાવ્યું હતું કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તમામ કાર્યકરોને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી સામસિંગભાઈ વસાવા સુરત જિલ્લા પંચાતના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય દરીયાબેન વસાવા, ઉમરપાડા તાલુકા સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચોધરી, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા તેમજ સરપંશ્રીઓ ડે.સરપંચઓ, કાર્યકર્તા તથા અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહયા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ