Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના વાલિયામાં ગોદરેજ કંપનીના એન્જિનિયર પર 20 થી વધુ લોકોનો હુમલો.

Share

વાલિયા તાલુકાના કનેરાવ ગામ ખાતે જીઆઈડીસીમાં ગોદરેજ કંપનીના ગેટ પાસે કામદારોને કંપનીમાં જતાં અટકાવી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ તથા ભાજપના આગેવાન અને કનેરાવના સરપંચ સહિત 25 જેટલા ટોળાએ કોન્ટ્રાક્ટરના એન્જિનિયર પર અમને કેમ કામ નહીં આપતા અમારી મશીનરી કેમ નહિ ભાડે લેતા એ બાબતે હુમલો કરી માર મારતા વાલિયા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી હતી. આ મારામારી બાબતના ગુન્હાની તપાસ વાલિયા પી.આઈ સરોજબેન ગામીત કરી રહયા છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બાલાજી એવન્યુ ખાતે રહેતા ભરત મેરામણ કરંગીયા વાલિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ગોદરેજ કંપનીમાં રચના કન્સ્ટ્રક્શન કંપનીમાં એંજિનિયર તરીકે ફરજ બજાવે છે જે પોતાની બાઇક લઈ કંપની પર આવી રહ્યા હતા તે અરસામાં કંપનીના કામદાર રૂપસિંગ મેડાનો ફોન આવ્યો હતો અને ૨૦ થી ૨૫ માણસો મજૂરોને કંપનીમાં જવા દેતા નથી જેથી તે ત્યાં પહોંચ્યો હતા અને મજૂર કોલોની તરફ જતાં હતા તે સમયે કનેરાવ ગામનો સરપંચ અને અન્ય ૨૦ થી ૨૫ વધુના ટોળાએ ભરત કરંગીયા તરફ ધસી આવ્યા હતા અને આવેશમાં આવી જઈ તમામ ઇસમોએ તેને ઢીક્કા પાટુનો માર માર્યો હતો. આ મારામારી ગોદરેજ કંપનીના ગેટ સામે થતા ફરજ ઉપર હાજર સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પડી તેને વધુ મારમાંથી બચાવ્યા હતા, ત્યારબાદ કનેરાવ ગામનો શીવરામ વસાવા ત્યાં આવ્યો હતો અને તેણે પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી જતો રહ્યો હતો.

Advertisement

જ્યારે સામે અજય ગોમાન વસાવાએ પણ વાલિયા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જેમાં કંપની ખાતે રચના કન્સ્ટ્રક્શન કંપનીના માલિક સાથે કામ બાબતે વાતચીત કરવા ગયા હતા અને ગામના લોકોને પણ કામ આપવા કહેતા સુપરવાઇઝર ભરત મેરામણ કરંગીયાએ અચાનક ઉશ્કેરાઈ જઈ જાતી વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી જ્યારે રચના કન્સ્ટ્રક્શન કંપનીના માલિક ત્યાં પોતાની કાર લઈ આવી તેણે પણ અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી. આ અરજીના આધારે કાયદેસર કાર્યવાહી માટે વાલિયા પોલીસ તપાસ કરી રહી છે.


Share

Related posts

ભરૂચ : નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા બાકી પડતા વિજ બિલનાં નાણાં ભરતાં સ્ટ્રીટ લાઇટો પુન: શરૂ થતાં ગ્રામજનોએ રાહત અનુભવી.

ProudOfGujarat

ઝઘડીયાના તલોદરા ગામે ગાડી પાર્ક કરવા બાબતે પિતરાઇ ભાઇઓ બાખડયા.

ProudOfGujarat

ભરૂચના થામ પાસે ગડર બેસાડવાની કામગીરીના પગલે ભરૂચ-જંબુસર હાઇવે પર ભારે વાહનોને ચાર દિવસ ડાયવર્ઝન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!