ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં કરોલી પાસે રૂ ભરેલા ટ્રકમાં એકાએક ભિષણ આગ લાગી હતી આ આગે જોતજોતામાં થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઇને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પરંતુ પોલીસ વિભાગ અને ફાયર શાખાની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.
નડિયાદના ખેડા જિલ્લાના મહેમદાવાદમાં રૂ ભરેલી ટ્રકમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. રૂ ભરેલા ટ્રકમાં એકાએક આગ લાગતાં રૂ ભરેલી ટ્રકમાં પડેલો રૂ નો જથ્થો નાશ પામ્યો હતો, મહેમદાવાદ પંથકમાં કરોલી પાસે એકાએક એક રૂ ની ટ્રકમાં આગ લાગતાં ટ્રક સહિત રૂ નો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ આગમાં ટ્રક ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થયો હોય, બનાવની જાણ થતા નડિયાદ, મહેમદાવાદ, કઠલાલ, મહુધાને ફાયર બ્રિગેડને કરતાં તેઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ભીષણ આગમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. રૂ નો જથ્થો લીમડીથી મધ્યપ્રદેશ લઇ જવાતો હતો જેમાં કહેવાય છે કે ટ્રકમા આવેલી જાળીમાં ગરમી પકડવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સદનસીબે આ ભીષણ આગમાં કોઈ જાનહાની થઈ નથી.
નરેશ ગનવાણી : નડિયાદ