વડોદરામાં સેનેટરી ઈન્સ્પેકટરની ભરતીમાં વય મર્યાદા મુજબ ભરતી ન કરાતી હોવાની રજૂઆત સેનેટરી ઈન્સ્પેકટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા કરવામાં આવેલ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં મલ્ટીપર્પઝ વર્કર તથા સેનેટરી સબ ઈન્સ્પેકટરની ભરતી બહાર પાડવામાં આવેલ હોય, આ ભરતીમાં વય મર્યાદા મુજબ ભરતી ન કરાતી હોવાનો ખુલાસો સેનેટરી ઈન્સ્પેકટર બેરોજગાર યુવા સમિતિએ કર્યો છે. જેમાં મલ્ટીપર્પઝ વર્કરની સરકાર દ્વ્રારા ધોરણ 10 તથા 12 પાસ એ વય મર્યાદા 28 ના બદલે 33 વર્ષ કરવામાં આવેલી છે તેમ છતાં VMC દ્વારા 28 વર્ષ રાખવામા આવતા તેમજ જુનિયર કલાર્કની ભરતીમાં વય મર્યાદા 34 રાખવામા આવતા VMC દ્વારા એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ અપનાવાય હોવાનો આક્ષેપ યુવા બેરોજગાર દ્વારા કરાયો છે. આ ઉપરાંત અન્ય 6 થી 8 મુદ્દામાં ભરતી બાબતે પેપર લીક કાંડ ન થાય તથા તમામ કેડરનાં ઉમેદવારો પત્રક ભરી શકે તેવી કમિશ્નર સમક્ષ રજૂઆત કરાઇ છે.