Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ બ્લાસ્ટમાં આખરે મળ્યો ન્યાય : 38 દોષિતોને ફાંસી, 11 ને જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા.

Share

અમદાવાદમાં 26 જુલાઈ 2008 ના રોજ થયેલા બ્લાસ્ટ કેસનો આખરે ચૂકાદો આવી ગયો છે. આ ચૂકાદો ઐતિહાસિક બની ગયો છે કારણ વિશ્વના ઇતિહાસ પ્રથમવાર એવું બન્યું હશે કે એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોય, UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા સંભળવવામાં આવી છે. આ ઉપરાંત 11 આરોપીઓને આજીન કેદની સજા ફટકારવામાં આવી છે. સ્પેશિયલ કોર્ટે એમ કુલ 49 આરોપીની સજાનું એલાન કર્યું હતું. સાથે જ મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદેશ કરાયો છે.

26 જુલાઈ 2008 શનિવાર સાંજે અમદાવાદને લોહીયાળ બનાવી દીધું હતું. અમદાવાદના જુદા-જુદા 20 સ્થળો પર 71 મિનિટમાં 21 જેટલા બ્લાસ્ટ કર્યા હતા. શહેરના 20 જેટલા સ્થળોએ આરોપી બોમ્બ મુક્યા હતા. આ ઘટના વખતે 19 સાઇકલ, 2 કાર અને 1 એએમટીએસ બસમાંથી બોમ્બ મળી આવ્યા હતા. આ ઘટનાને આઝમ આપવા માટે વાઘમોરના જંગલોમાં કાવતરું ઘડવામાં આવ્યું હતું અને આરોપીઓ ટ્રેન મારફતે અમદાવાદમાં આવ્યા હતા. જયારે વિસ્ફોટક સમાન મુંબઈથી કાર મારફતે અમદાવાદ અને સુરત પહોંચાડવામાં આવ્યો હતો. આરોપીએ 19 સાઈકલો ખરીદી હતી અને સ્લીપર સેલનો ઉપયોગ કરી બોબ પ્લાન્ટ કર્યા હતા.

Advertisement

તારીખ 26 મી જુલાઈ વર્ષ 2008ના દિવસે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. સાંજે 6.30 વાગ્યા થી 8.10 વાગ્યા સુધી અમદાવાદના વિવિધ 20 સ્થળો પર 21 બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 240 લોકો ઘાયલ થયા હતા. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ રાતદિવસ કામે લાગી હતી, જેમાં આશિષ ભાટિયા, અભય ચુડાસમા, હિમાશૂ શુક્લ, ઉષા રાડા, મુયર ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમની મહેનતથી 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસની ડે ટુ ડે સુનવણી કરવામાં આવતા કોરોનાકાળમાં પણ સુનવણી થઈ હતી. ગાંધીનગર રેન્જ આઈ જી અભય ચુડાસમાએ આ ચૂકાદાને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને હજારો પેજના ડોક્યુમેન્ટસ તૈયાર કર્યા હતા.

14 વર્ષની કાયદાકીય લડાઇ બાદ 38 આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા સંભળવાવવામાં આવી છે. ફક્ત 10 જ આરોપીઓ મુક્ત થયા છે બાકીના નિર્દોષ આરોપીઓ પણ બીજા રાજ્યોના કેસમાં જેલમાં ટ્રાન્સફર થયા છે.


Share

Related posts

નડીયાદ પીજ ચોકડી નજીક હાઇવે ઉપર આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

शाहरुख खान की मीर फाउंडेशन, अतीजीवन फाउंडेशन और न्यू होप अस्पताल एक मुफ्त प्लास्टिक सर्जरी चिकित्सा शिविर का करेंगे आयोजन!

ProudOfGujarat

નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્માનું પંચમહાલ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!