નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના અંતારિયાળ ડુંગર વિસ્તારમાં ઝરવાણી ગામે મોબાઈલ કનેક્ટિવિટીનો ગંભીર પ્રશ્ન હલ થતા પ્રવાસીઓ તથા ગ્રામજનોમાં આનંદની લાગણી જન્મી છે.
વર્ષો જૂનો કનેક્ટિવિટીનો આ પ્રશ્નની ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેની સરકારે નોંધ લીધી હતી. જેનાં અનુસંધાને ઝરવાણી ગામે નવીન જીઓ ટાવર મુકવાનું નક્કી કરાયુ હતું અને ટાવરના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેનાં ઉપલક્ષ્યમા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ડુંગર વિસ્તારમાં ઝરવાણી ગામે નવીન જીઓ ટાવર ઉભું કરાયું હતું. જેનું લોકાર્પણ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી વિક્રમ તડવી તથા ગ્રામજનો તથા કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે ઝરવાણી ગામ પ્રવાસીઓ માટેનું ટુરિસ્ટ સેન્ટર છે. દૂર દૂરથી આવતા પ્રવાસીઓ માટે અહીં કનેક્ટિવિટી ન હોવાથી પ્રવાસીઓ અને ગ્રામજનો સંપર્ક વિહોણા થઈ જતા ગામમા ઇમર્જન્સી કેસોમા પણ અને ખાસ કરીને બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જતા હતા તેનાથી ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જતા હતા. હવે ગામમા જીઓ ટાવર આવી જતા આ બધી સમસ્યાઓનો અંત આવી જશે. ભાજપની સરકાર હંમેશા પ્રજાની સાથે રહી છે તેમના નાના મોટા પ્રશ્નો ઉકેલવા ભાજપાની સરકાર કાટીબધ્ધ હોવાનું જણાવ્યું હતું. ગામમા ટાવરનું લોકાર્પણ થતાં ગ્રામજનોમા ખુશીનો માહોલ જામ્યો હતો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા