વડોદરામાં વરસાદી કાંસમાં પાણીની લાઇનમાં લીકેજ હોવાથી પૂર્વ વિસ્તારમાં અવારનવાર પાણીની સમસ્યાઓ સર્જાય છે જેના ભાગરૂપે આ વિસ્તારના કોર્પોરેટર આશિષ જોશીએ વાઘોડિયા રોડના ઉમા ચાર રસ્તા પાસે મહાનગરપાલિકાના ખોદેલા ખાડામાં ઉતરી ભાજપાની સરકારની રીતિનીતિનો અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આ વિસ્તારમાં અવારનવાર સ્થાનિક રહેવાસીઓને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની ફરિયાદો અનેક વખત નોંધાઈ ચુકી છે. વાઘોડિયા વિસ્તારમાં વરસાદી કાંસમાં પાણીની લાઇનમાં લીકેજ હોવાને કારણે મોટાભાગનું પાણી અહીંથી વહી જાય છે. અધિકારીઓ પાણીની લાઇનમાં લીકેજ છે તે ફોલ્ટ શોધવાના બદલે પાણીની લાઈનમાં ઠીંગણા મારી ચાલે છે. ભારતીય જનતા પાર્ટીનું વડોદરા કોર્પોરેશનમાં શાસન હોય તેમ છતાં અધિકારીઓ સાંભળતા ન હોય અને અધિકારીઓ મલાઈદાર કામમાં જ રસ હોય, લોકોના પ્રશ્નો સોલ્વ કરવામાં કોઈ રસ ન હોય આથી આજે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આશિષ જોશીએ પાણીની લાઇનમાં લીકેજ હોય આ કાશમાં ઉતરી સરકાર સમક્ષ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. પાણી વિતરણમાં જે તે સમસ્યા આવતી હોય તે તાત્કાલિક ધોરણે દૂર કરવા માંગણી કરી છે.
વડોદરા : કામ ન થતા ભાજપના કોર્પોરેટરનો પોતાની સત્તા પાર્ટી સામે અનોખો વિરોધ..જાણો શું?
Advertisement