સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પૂર્વ સિનીય૨ કેબીનેટ મંત્રી અને ૧૫૬-માંગરોળ વિધાનસભા મત વિસ્તારનાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાનાં હસ્તે તરસાડી નગરપાલિકા વિસ્તારનાં વોર્ડ નં.૧ શિવાનંદ, શ્રીકાન્તા, ગજાનંદ, અપનાઘર અને વોર્ડ નં.૨ માં શિવકૃપા, અભિષેક પાર્ક, શાંતાબા સોસાયટી, વોર્ડ નં.૩ ચિસ્તી નગરના વિવિધ વિસ્તારમાં વિકાસના કામો જેવા સી.સી. રોડ ૧૦ કામો માટે રૂા.૮૩.૧૩ લાખ, પેવર બ્લેકના ૧૭ કામો માટે રૂા.૧.૧૦ કરોડ, સ્ટ્રોમ ડ્રેઈન લાઈનના ૧ કામ માટે રૂા.૨૭.૫૩ લાખ આમ ૨૮ કામો માટે રૂા.૨.૨૧ કરોડનું ખાતમુહુર્ત તથા વોર્ડ નં.૧ ના શિવાનંદ, સંજય નગર, અપનાઘર, અવધૂત નગર, ગુરૂકૃપા, છપ્નીયા, જાગનાથ, નારાયનગર, ૨બા૨ી વાસ, શની પાર્ક, વોર્ડ નં.૨ માં અભિષેક, દાદરી, શિવકૃપા તથા વોર્ડ નં.૩ માં ચિશ્તી નગર, મલ્કાવાળ, કૃષ્ણકુંજ સોસાયટી માં વિકાસના કામો જેવા કે સી.સી. રોડના ૨૪ કામો માટે રૂા.૧.૪૩ કરોડ, પેવર બ્લોકના ૨૦ કામો માટે રૂા.૯૧.૬૩ લાખ તથા સ્ટ્રોમ ડ્રેઈન લાઈન ૫ કામો માટે રૂા.૮.૧૦ લાખ મળી કુલ રૂા.૨.૪૩ કરોડના લોકાર્પણ આમ તરસાડીનગર પાલિકામાં કુલ ૭૭ કામો માટે કુલ રૂા.૪.૬૪ કરોડનાં કામોનું લોકાર્પખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કોસંબા એ.પી.એમ.સી. ચેરમેન દિલીપસિંહ રાઠોડ, રાકેશસિંહ સોલંકી, તરસાડીનગર સંગઠન પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણ, તરસાડી નગ૨ સંગઠન મહામંત્રી ભગવતીભાઈ પ્રજાપતિ, મેહુલભાઈ શાહ, તરસાડી નગરપાલિકા પ્રમુખ મીનાબેન શાહ, ઉપપ્રમુખ જયદિપભાઈ નાયક, તરસાડી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હરદિપસિંહ અટોદરીયા, તરસાડી નગરપાલિકાના તમામ કોર્પોરેટરઓ, કાર્યકરો તથા મોટીસંખ્યામાં પ્રજાજનો હાજર રહયા હતા. ઉપરોકત મુજબના વિકાસના લોકાર્પણ ખાતમુહુર્તના કામો માટે પૂર્વ સિનીયર કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબનો પ્રજાજનોએ આભાર વ્યકત કર્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ : તરસાડી નગ૨પાલિકા વિસ્તારના વિકાસના કામોનું ખાતમુહુર્ત / લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
Advertisement