નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૫ વર્ષ પછી તા. ૧૭ મી ફેબ્રુઆરીના રોજ ગુરૂવારે ૧૧ બેઠકો માટે ૧૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી પાલિકાના સભાખંડમાં બપારે ૧૧ થી ૧ માં યોજાઈ હતી.
આ ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર પાલિકામાં ચૂંટાયેલા કાઉન્સીલરોનો હોવાથી પાલિકાના કુલ ૫૨ કાઉન્સીલનીએ મતદાન કરતાં ૧૦૦ ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ ચૂંટણી અધિકારી પાલિકા પ્રમુખ રંજનબેન વાધેલાની ઉપસ્થિતમાં મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં એસ.સી, એસ.ટી વિભાગની એક ભઠકમાં ભૂમિકાબેન મારૂ ૫૪૮ મત મળતા તેઓ વિજેતા જાહેર કર્યા હતા. ઉચ્ચ લાયકાત ધરાવતી વ્યક્તિની કુલ ૩ બેઠકમાં અકુર શાહ ૪૫ મત, અતુલ પંડયા ૪૫ મત, કેવલ ભટ્ટને ૫૧ મતે વિજય તેમજ સામાન્ય સભાસદોની ૭ બેઠકોમાં રાકેશ પટેલને ૪૧, જીજ્ઞેશ પટેલને ૫૫ મત, હિનલકુમાર પટેલને ૪૮, અજય પંજાબીને ૪૮ મત, પ્રિયેશ દેસાઇન ૪૮ મત, વિશાલ અમીનને ૪૮ મત. મોહંમદ ઇમરાન વ્હોરાને ૪૮ મતે વિજય બન્યા છે. ઉપરોક્ત તમામ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતો.
નરેશ ગનવાણી : નડિયાદ