ગોધરા શહેર નગરપાલિકા સેવાના નામે શૂન્ય સવલતો આપી ફક્ત અને ફક્ત વેરો ઉઘરાવામાં રસ રાખતી હોવાના ગંભીર આક્ષેપો સાથે ગોધરાની જનતા એ આજરોજ કલેક્ટરને આવેદન આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વધતી જતી મોંઘવારીના કારણ એ લોકો દ્વારા જીવનજરૂરિયાતના ખર્ચ કરવા પણ જ્યારે મુશ્કેલ બની ગયા છે ત્યારે ગોધરા નગરપાલિકાનો 40% વેરો વધારો લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. પાણી, લાઈટ અને સફાઈના નામે માત્રને માત્ર પોકળ વાયદાઓ આપતી નગરપાલિકા જ્યારે પોતાનો વેરો વધારે તે હવે લોકોની સહનશક્તિ બહાર જતું જોવા મળી રહ્યું છે.
ગોધરા શહેરમાં વર્ષોથી લોકો માટે સેવા કરતા સામાજિક કાર્યકર સંજય ટહેલ્યાણી તેમજ સાથે સાથે અન્ય સમાજના આગેવાનોએ સાથે મળી ડેપ્યૂટી કલેક્ટરને આવેદન આપી, નગરપાલિકાના વેરા વધારાનો વિરોધ નોંધાવી, વધારાનો વેરો પરત ખેંચવા માંગણી કરી હતી અને જો તેમની માંગો નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
પંચમહાલ રાજુ સોલંકી