ભરૂચમાં આવેલ પટેલ વેલ્ફેર હોસ્પીટલમાં ખાનગી કંપનીના સહયોગથી અંદાજીત 30 લાખના ખર્ચે કલાકના 10,000 લીટરની કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યકરત થશે.
કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન લોકોએ ઑક્સીજન માટે વલખાં મારવા પડ્યા હતા, તે સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સરકાર તેમજ ખાનગી કંપનીઓ મળીને ઑક્સીજન પ્લાન કાર્યરત કરી રહી છે. જેને કારણે ભરૂચ શહેરના પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખાનગી કંપનીના સહયોગથી અંદાજીત 30 લાખના ખર્ચે કલાકના 10,000 લીટરની કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું હતું.
ભરુચની તમામ મોટી હોસ્પિટલોમાં ઑક્સીજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે તેમ ધારાસભ્યે જણાવ્યુ હતું. જેમાં ધારાસભ્ય સહિત ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જીલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, હોસ્પિટલ ટ્રસ્ટી ખાલિદ ફાંસીવાળા, સુકેતુ દવે સહિત ખાનગી કંપનીનાં અધિકારીઓ હાજર રહ્યાં હતાં.