પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના રાજપુર(પીંગળી) ગામે આજથી પંદર દિવસ પહેલાં રાવળ સમાજના લોકો સાથે તે જ ગામમાં રહેતા ત્રણ માથાભારે શખ્સો દ્વારા જાતિ અપમાનિત શબ્દો બાબતે અને ઘર ઉપર હુમલો કરવાની બાબતે વાતાવરણ તંગ બની ગયું હતું જેના પરિણામે રાવળ સમાજના લોકો દ્વારા ગોધરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું પરંતુ આ બાબતે જિલ્લા કલેકટર કચેરીમાથી કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આખરે રાવળ સમાજના લોકો ભેગા મળીને ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મુલાકાત લઈ આવેદનપત્ર આપીને તેમના ગામમાં રહેતા ત્રણ માથાભારે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.
આ બનાવ સંદર્ભે પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના રાજપુર(પીંગળી) ગામે રહેતા વિજયભાઈ રાવળે આવેદનમાં જણાવ્યુ હતુ કે હું સાંજના સમયે નોકરીથી ઘરે આવ્યો હતો ત્યારે મારા ઘરની સામે પ્રતાપસિંહ સોલંકી ખોટી ખોટીની બોલતા હતા તો તેને સમજાવા હું ગયો હતો કે આવી રીતે મંદિર કે રહીશોના ઘરની સામે ગાળો બોલશો નહીં ત્યારે પ્રતાપસિંહ ભૂપતસિંહ સોલંકી કહેવા લાગ્યા કે અમે તો બોલીશુ તારાથી જે થાય તે કરીલે અને આમ વાત વધતા તેનો છોકરો વિપુલ અને મિત્ર સુનિલ સોલંકી આ ત્રણેય જણા એ મળીને મારા ઉપર હુમલો કર્યો તે દરમ્યાન આ ત્રણેય જણા નશાની હાલતમાં હતા. આ દ્રશ્ય જોતા મારા પિતા, બહેન તેમજ તેમના દીકરા મને છોડાવા આવી પહોંચ્યા તે દરમ્યાન તે લોકો એ મારા બહેન મનીષા રાવળ ઉપર પથ્થર મારો કર્યો હતો અને સુનિલ પર્વતસિંહ સોલંકી એ મારા કાકા દીકરાને ધમકી આપી હતી કે તમે રાવળ છો અને અમે બાપુ છીએ તમારે લોકોએ લગ્નમાં માથા પર પાઘડી પહેરવી નહિં અને બાપુના સ્ટેટસ પર મુકવા નહી. આમ જાતિવાદની વાતને દાઢ મા રાખીને તેમને અમારી જોડે ઝગડો કર્યો હતો. આજની ૨૧ મી સદીમાં પણ આવી નીચી વિચારધારા ધરાવતા લોકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે રાવળ સમાજના લોકોએ ગાંધીનગર ખાતે જઈ ગુજરાતના મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર પાઠવી આ ત્રણેય જણાને કાયદેસર કાર્યવાહી થાય અને સજા કરવામાં આવે અને ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : રાવળ સમાજ યુવાનને જાતિવાચક શબ્દો બોલતા સમાજના યુવાનોએ પાઠવ્યું આવેદન.
Advertisement