Proud of Gujarat
FeaturedGujaratINDIA

મધ્યપ્રદેશની સગીરાને 181 અભયમની ટીમે મદદ કરી બાલિકા સંરક્ષણ ગૃહમાં આશ્રય આપ્યો.

Share

એક નિરાધાર કિશોરીને મદદ કરવા માટે કોઈ સહ્રદયી વ્યક્તિએ ૧૮૧ અભયમ હેલ્પ લાઇનને કરેલો કોલ ફરી એકવાર તેને ઉગારનારો બન્યો છે. માતાપિતાના મરણ પછી બેસહારા બનેલી આ કિશોરી મામા મામીના આશ્રયે હતી અને મામીના મારના ડરથી વડોદરા ભાગી આવી હતી. તેના વાલીઓની કોઈ ભાળ ન મળતાં મહિલા સુરક્ષા હેલ્પ લાઇનના સેવાકર્મીઓએ તેને બાલિકા સંરક્ષણ ગૃહના સુરક્ષિત આશ્રય હેઠળ તેને મૂકી છે.

ઘટના અંગે જાણકારી આપતાં અભયમ ૧૮૧ મહીલા હેલ્પ લાઈન, વડોદરાના પ્રવક્તાએ જણાવ્યું કે વડોદરા બસસ્ટેશનથી એક ત્રાહિત વ્યકિતએ અભયમ ૧૮૧ મહીલા હેલ્પલાઇનને કૉલ કરી એક બાળકી સવારથી ત્યાં એકલી બેસી રહી હોવાની જાણ કરીને તેને મદદ કરવા જણાવ્યું હતું.તાત્કાલિક પ્રતિસાદ આપતાં અભયમ રેસ્ક્યુ ટીમ જણાવેલા સ્થળે પહોંચીને સગીરા સાથે ચર્ચા કરતા તેના પરીવારનો સંપર્ક થઈ શક્યો નહતો.

Advertisement

આશરે ૧૪ વર્ષની આ દીકરીએ સાથે ચર્ચા કરતાં તેણે જણાવ્યું કે ચોક્કસ સ્થળની ખબર નથી. માતા પિતાના મૃત્યુ બાદ તેના મામા મામી મધ્ય પ્રદેશથી અહી લાવ્યા હતા અને તેઓ ઇટોના ભઠ્ઠામા કામ કરતાં હતાં. સગીરાની તબિયત સારી ના હોવાથી ઘર કામ કરી શકતી ના હોવાથી તેના મામી મારતા હતા જેથી તેમની બીકથી ભાગી વડોદરા આવી પહોચી હતી. મધ્યપ્રદેશ રાજ્યના નિયંત્રણ કક્ષનો આ બાબતે સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો પરતું સંપર્ક ન થયો. જેથી હાલ તુરત આ કિશોરીને આશ્રય માટે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં મુકવામાં આવી છે.

અભયમ પ્રવક્તાએ કોઈપણ બાળકી, કિશોરી, મહિલા કે વૃદ્ધ મહિલા કોઈ મુશ્કેલીમાં જણાય, નિરાધાર કે ભયભીત જણાય, તેની સાથે હિંસા અને અત્યાચાર થઈ રહ્યો હોય તો તુરત જ ૧૮૧ પર કોલ કરીને જાણકારી આપવા નાગરિકોને અનુરોધ કર્યો છે.આપનો એક કોલ અને સમય સૂચકતા કોઈને વિકટ પરિસ્થિતિમાંથી ઉગારી શકે એમ તેમણે જણાવ્યું છે.


Share

Related posts

લોકડાઉનમાં ગરીબોને ભોજન અને ફૂડ કીટનું વિતરણ કરી ગરીબોની વ્હારે આવી ભરૂચની ખીદમતે ખલ્ક સંસ્થા.

ProudOfGujarat

વાપીમાં નાણાપ્રધાનના હસ્તે સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગરમીનો પ્રકોપ ૪૦ ડીગી તાપમાન વચ્ચે જીલ્લાનાં લોકો પરસેવે રેબઝેબ, ગરમીથી ત્રહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!