સુરતના કામરેજ ખાતે એક યુવતીનું સરેઆમ જાહેર માર્ગ પર ગળું કાપી હત્યાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ખુબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઘટનામાં સંડોવાયેલા નરાધમને સખતમાં સખત સજાની માંગ ઉઠવા પામી છે.
આ ઘટના સામે આવતાની સાથે જ ગુજરાતભરમાં બનાવ અંગે ઘેરા પ્રત્યાઘાત સાથે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસની મહિલાઓ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં સરકારના કાયદા અંગેની ઢીલી નીતિના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી મૃતક યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. જિલ્લા કોંગ્રેસની મહિલાઓ દ્વારા રાજ્ય સરકારની કાયદા અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ બાબતે સૂત્રોચાર અને પોસ્ટર સળગાવવામાં આવતા પોલીસે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતની મહિલા કાર્યકરોની ધરપકડ કરી હતી.
Advertisement