વડોદરામાં વુડાની કચેરીમાં આર્કિટેક્ટ જૂથના જુનિયર ટાઉન પ્લાનર રુચિતા શાહ એ આર્કિટેક્ટ કિરીટ પટેલ સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અપશબ્દો તેમજ કામમાં રુકાવટ સહિતની ફરિયાદ નોંધાવેલ હોય જે ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે વુડાના આર્કિટેક્ટ અધિકારીની એક દિવસ બાદ ધરપકડ કરી છે.
વડોદરા ખાતે વુડાની કચેરીમાં જુનિયર ટાઉન પ્લાનર શાખાના રુચિતા શાહ દ્વારા આર્કિટેક્ટ જૂથના કિરીટ પટેલ તેઓને કામમાં રુકાવટ કરતા હોય અપશબ્દો બોલતા હોય સહિતની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હોય આરોપી વુડા કચેરીએ હાજર હોવા છતાં 24 કલાક સુધી તેની અટકાયત કરવામાં આવેલ ના હોય આજે ૨૪ કલાક બાદ કારેલીબાગ પોલીસ મથક દ્વારા તેની અટકાયત કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરીને તેને કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ હોય હાલના સંજોગોમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સૌપ્રથમ કિરીટ પટેલનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેને રિમાન્ડ સહિતની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.
આ તકે વુડા કચેરી જૂથના આર્કિટેક્ટ જણાવે છે કે જુનિયર ટાઉન પ્લાનર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા છે પરંતુ આ કેસમાં પોલીસ તપાસ બાદ તેમજ આરોપીના રિમાન્ડ બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવશે તેવું હાલના સંજોગો પરથી કહી શકાય છે.