Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના નર્મદા ટોલ પ્લાઝા ખાતેથી વિદેશી શરાબ ભરેલ કન્ટેનર સાથે બે ઇસમોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત.

Share

ગાંધીના ગુજરાતમાં સામાન્ય રીતે દારૂ બંધી છે, પરંતુ બુટલેગરો દ્વારા તેઓના નાપાક મનસૂબા પાર પાડવામાં કોઈ કચાસ ન રાખતા હોય તેમ રોજ રાજ્યના વિવિધ ખૂણાઓમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબ ઝડપાયા બનાવો સામે આવતા હોય છે, જેમાં પોલીસ વિભાગ લાખો કરોડોનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોના કારનામા પર બ્રેક લગાવવાની કોશિશ કરતી હોય છે, ત્યારે વધુ એકવાર લાખોની કિંમતનો વિદેશી શરાબ ભરૂચ જિલ્લાના હાઇવે ઉપરથી ઝડપાયો છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકના કર્મીઓને મળેલ બાતમીના આધારે ને.હા ૪૮ ઉપર વોચમાં હતા દરમિયાન સુરતથી વડોદરા તરફ જતા કન્ટેનર નંબર GJ.1.CV.2522 ને રોકી તેની તલાશી લેતા તેમાં વિદેશી શરાબનો મસમોટો જથ્થો નજરે પડતા પોલીસે કન્ટેનરમાં સવાર બે ઇસમો લક્ષ્મણ રૂખરામ ચૌધરી તેમજ ગેનારામ અર્જુનરામ બેનિવાલની ધરપકડ કરી હતી.

Advertisement

નેશનલ હાઈવે ૪૮ પર મુલદથી નર્મદા ટોલટેક્ષ તરફ આવતા કન્ટેનરમાં કુલ ૫૦૭૬ જેટલા બોક્ષમાં વિદેશી શરાબનો જથ્થો મૂકી વહન કરી વડોદરા તરફ લઈ જતા સમયે પોલીસ વિભાગ દ્વારા આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં કુલ ૩૦ લાખ ૩૨ હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ઝડપાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી આ શરાબનો જથ્થો ક્યાંથી લાવી અને કંઈ જગ્યાએ લઈ જવામાં આવતો હતો તે બાબત અંગે પૂછપરછ હાથધરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ


Share

Related posts

દિલ્હીનાં મુખર્જી નગરના કોચિંગ સેન્ટરમાં લાગી ભીષણ આગ, વિદ્યાર્થીઓએ દોરડાના સહારે નીચે ઉતરીને જીવ બચાવ્યો

ProudOfGujarat

વલસાડ પોલીસે થર્ટી ફસ્ટની ઉજવણીમાં દારૂનો નશો કરી આવતા 2278 લોકોને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

સોમનાથ : ભાલકાતીર્થમાં પરંપરાગત માટીના ગરબાઓને કલાકાર દ્વારા આખરી ઓપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!