Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાગીના ચમકાવવાના બહાને અંકલેશ્વરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી નડિયાદ પોલીસ.

Share

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનનાં બે વર્ષથી અનડિટેકટ ગુનાના આરોપીને શોધીને નડિયાસ સર્વેલન્સ સ્કોડે ગુનો ડિટેકટ કર્યો છે.

નડિયાદ ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે નડિયાદ વીકેવી રોડથી નાનાકુંભનાથ રોડ પર જતા એક શકમંદને અટકાવ્યો હતો. જેમાં તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ સુભાષ ઉમેશભાઈ કંસારા (મુળ રહે. બિહાર, હાલ રહે. નહેરુનગર, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. વધુ પુછપરછમાં આ સુભાષ કંસારા આજથી 2 વર્ષ પૂર્વે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલ ગુનાનો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

આથી પોલીસે આ દિશામાં તપાસ આદરતા સુભાષ કંસારા અગાઉ દાગીના ચમકાવવાના બહાને ઠગ આચરતો હોવાનો કૂટેવ ધરાવે છે. સુભાષ કંસારાએ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનની હદમાં કોસમડી ગામમાં સોના ચાંદીના દાગીના ચમકાવી આપવા માટે લોકોને વિશ્વમાં લઇ દાગીના વાસણમાં મૂકી તેમાં હળદર જેવો પાવડર પાણીમાં નાખી મહિલાનુ ધ્યાન બીજે દોરી વાસણમાંથી દાગીના કાઢી લઈ ત્યાંથી જતો રહેતો અને પોતાના મુળ વતને આ દાગીના વેચી દેતો હતો. આમ‌‌ નડિયાદ ટાઉનની સર્વેલન્સ ટીમે આઈપીસી 406, 420, 114 ના ગુનામાં ભાગેડુ આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

IITGN એ ગ્રીન મેન્ટર્સ-યુએસએ દ્વારા ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ 2023 જીત્યો

ProudOfGujarat

ખેલા હોબે-અંકલેશ્વરમાં બે સગાભાઇ ચૂંટણીના જંગમાં આમને સામને-કોંગ્રેસે બેઠકને રસપ્રદ બનાવી.

ProudOfGujarat

ભરૂચમાં પાલિકાનાં કર્મચારીઓ, સફાઈકર્મી અને શિક્ષકોને કોરોનાની રસી મૂકવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!