ત્રણ વર્ષ અગાઉ પુલવામા ખાતે સીઆરપીએફ ના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં ૪૦ જેટલા સીઆરપીએફ ના જવાનો શહીદ થયા હતા. જે અંતર્ગત વડોદરા જિલ્લાના કરજણ ખાતે ગતરોજ મોડી સાંજે કેન્ડલ માર્ચ યોજી વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.
નગરના નવાબજાર ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે મીણબત્તી પ્રગટાવી વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઇ હતી.
ઠાકોર સમાજના અગ્રણીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૪ મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. અમારો એ બાબતે કોઈ વિરોધ નથી પણ ૧૪ મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને પણ આપણે યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ. આયોજિત કેન્ડલ માર્ચ રેલીમાં ઠાકોર સમાજના હોદ્દેદારો દિગ્વિજય સિંહ અટોડીયા, ઠાકોર ભીખાભાઈ, ઠાકોર વિજયભાઈ, ઠાકોર અર્જુન ભાઈ તેમજ ઠાકોર મેહુલ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : પુલવામા ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ ના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ…
Advertisement