Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામમાં હરસિદ્ધિ માતાજીનાં મંદિરનો દ્વિતીય સાલગીરી પાટોત્સવ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં સુણેવકલ્લા ગામે માહયાવંશી ફળિયામાં આવેલ શ્રી રાજ રાજેશ્વરી ( ૧૨ ) ગામની કુળદેવી હરસિદ્ધિ માતાજીનાં મંદિરની દ્વિતીય સાલગીરી પાટોત્સવ – મહોત્સવ કોસંબા ગામના ગાયત્રી ઉપાસક મુકુંદભાઈ મહારાજ, ધર્મેશભાઈ મહારાજના સાંનિધ્યમાં હોમ, હવન, યજ્ઞ કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માતાજીનાં ચંડી યજ્ઞમાં આઠ જોડા પૂજા કરવા બેઠાં હતા. ખૂબ જ સંગીતમય ધ્વનિમાં માતાજીની પૂજા – અર્ચના –આરતી – થાળ ગવાયા હતા. સુણેવકલ્લા અને સુણેવખુર્દ ગામમાં માતાજીનો વરઘોડો – ગરબા અને ભજન કીર્તન સહિત સમગ્ર ગામમાં ફેરવવામાં આવ્યો હતો. મુખ્ય યજમાન પદે ખરચ ગામના રમેશભાઈ એન.પરમાર, જયાબેન આર.પરમાર હાજર રહ્યા હતા. મહિલા મંડળની બહેનોએ ભજનની રમઝટ બોલાવી હતી. સાંજે ૭:૧૫ કલાકે વાલનેરના બાલુભાઈ પટેલે હાથની કળાની ચાલાકીથી લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. રાત્રે ૧૦:૦૦ કલાકે ભવ્ય લોક ડાયરો ગીતાબેન વાંસીયા (ટી.વી.કલાકાર),જમીયતભાઈ પટેલ (ગાયક કલાકાર) અને દલપતભાઈ પરમાર (હાસ્ય કલાકાર), બેંજો વાદક નેહલકુમાર, તબલાવાદક જિગ્નેશભાઈ- રાહુલભાઈ,મંજીરા – કમલેશભાઈ- શિવ રંજની સાઉન્ડના સથવારે મોજ માણવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી નેશનલ હાઇવે પર આવેલ સર્કિટ હાઉસ સામે ટેન્કર પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

વડોદરા : મોટર સાયકલ પર દારૂ લઈને જતા યુવકનું બેલેન્સ બગડતાં ઢોર સાથે અથડાતા ભાંડો ફૂટ્યો… જાણો વધુ.

ProudOfGujarat

શું ગુજરાત રાજ્યમાં કોરોનાની ચોથી લહેર શરૂ થઇ ગઈ છે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!