Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ દ્વારા નૂતન સુવિધા ઈન્ટરેસ્ટ ઓન્લી હોમ લોનની રજૂઆત.

Share

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ઈન્ડિયાએ લોન મેળવવાની રાહ જોઈ રહેલા બેન્કના વર્તમાન અને નવા ગ્રાહકોને માટે આજે નવીન ઈન્ટરેસ્ટ ઓન્લી હોમ લોન સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.

ઈન્ટરેસ્ટ ઓન્લી હોમ લોન એ સંપૂર્ણ બંધાયેલ રહેણાંક મિલકતોની ખરીદી માટે પૂરી પાડવામાં આવતી એક સુવિધા છે જ્યાં લોનની મુદતના મર્યાદિત સમયગાળા દરમિયાન, ક્લાયન્ટ માત્ર મુખ્ય બાકી રકમ પર ઉપાર્જિત વ્યાજ ચૂકવશે – જેને ‘ઈન્ટરેસ્ટ ઓન્લી પિરીયડ’ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાજના સમયગાળા દરમિયાન કોઈ મુદ્દલ કાપવામાં આવશે નહીં.

Advertisement

આ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના નવા તેમજ હાલના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. ગ્રાહકો તેમની હાલની હોમ લોન અન્ય ફાઇનાન્સર પાસેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડમાં ટ્રાન્સફર કરવા માટે ઈન્ટરેસ્ટ ઓન્લી હોમ લોનની સુવિધા પણ મેળવી શકે છે.

ક્લાયન્ટ 1 – 3 વર્ષ સુધીના પ્રારંભિક સમયગાળા માટે સમાન માસિક હપ્તાઓ (ઈએમઆઈ) દ્વારા માત્ર વ્યાજની રકમ ચૂકવવાનું પસંદ કરી શકે છે. આ વ્યાજનો સમયગાળો પૂરો થયા પછી, હોમ લોનની સુવિધાને સામાન્ય લોન ખાતાની જેમ ગણવામાં આવશે જ્યાં લોનની પાકતી મુદત સુધી ઈએમઆઈમાં મુદ્દલ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે. ક્લાઈન્ટ્સ પાસે કોઈ પણ પેનલ્ટી ફી વિના તેમના સંપૂર્ણ હપ્તા વહેલા શરૂ કરવાની સુગમતા પણ હશે.

ઈન્ટરેસ્ટ ઓન્લી હોમ લોન ગ્રાહકોને લોનના પ્રારંભિક સમયગાળા માટે ઓછી ચૂકવણી કરીને તેમના એક સામટી રોકડ ચૂકવણીને ઘટાડવામાં મદદ કરશે. આ ઓફર ગ્રાહકોને લોનની શરૂઆતમાં વધુ હપ્તાની ચૂકવણીને કારણે અવરોધ અનુભવ્યા વિના તેમની પસંદગીની મોટી અથવા વધુ સારી મિલકતો ખરીદવામાં પણ મદદ કરશે.

આ ઓફર અંગે ટિપ્પણી કરતા, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ઇન્ડિયાના મોર્ગેજ અને રિટેલ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી એન્ડ વડા જિનેશ શાહે જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્રાહકોને સગવડતા અને વધુ સુગમતા પ્રદાન કરતી નવીન પ્રોડક્ટ્સ અને ઓફરિંગ આપવાનો સતત પ્રયાસ કરીએ છીએ. અમે માનીએ છીએ કે ઈન્ટરેસ્ટ ઓન્લી હોમ લોન આ પ્રયાસને અનુરૂપ છે કારણ કે તે અમારા ગ્રાહકોને એક વિકલ્પ પૂરો પાડે છે જેઓ પ્રવર્તમાન પરિસ્થિતિઓનો લાભ લેવા અને તેમની લોનના પ્રારંભિક કાર્યકાળ માટે તેમના ઈએમઆઈ બોજને ઘટાડવા માંગે છે. રહેંણાંક ઘરના ક્ષેત્રમાં ગયા વર્ષથી તેજી આવી છે. રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો, કોવિડ-19 સંબંધિત નિયંત્રણોને કારણે નિયંત્રિત માંગ અને હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાને કારણે પ્રાથમિક અને સેકન્ડરી બજારો તેમજ હોમ લોનમાં રિટેલ મિલકતોના વેચાણમાં વૃદ્ધિ થઈ છે.”

ગ્રાહકો રૂ. 35 લાખથી રૂ. 3.5 કરોડ સુધીની લોનની રકમ માટે ઈન્ટરેસ્ટ હોમ લોનની સુવિધા મેળવી શકે છે. લોન માટેની મહત્તમ મુદત પગારદાર વ્યક્તિઓ માટે 30 વર્ષ અને સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે 25 વર્ષ છે.

સુચિત્રા આયરે


Share

Related posts

ભરૂચના આંબેડકર હોલ ખાતે મહિલા સ્વરોજગાર દિવસ નિમીત્તે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

ProudOfGujarat

ભરૂચ એસ.ટી મઝદુર સંધ દ્વારા વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વડોદરા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી જૂની પેન્શન યોજના શરૂ કરવા પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!