શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના(NSS) માર્ગદર્શન કાર્યક્રમ” યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ અને કોલેજના ટ્રસ્ટી ડૉ. જે.બી.પટેલ રાષ્ટ્રીય સેવા યોજના સંદર્ભે વિદ્યાર્થીઓને પ્રાસ્તાવિક માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ વિનોદભાઈ પટેલીયા એ NSSમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ જોડાય તે માટે સૂચન કર્યું હતું. ત્યારબાદ NSSના પ્રોગ્રામ ઓફીસર કિરણકુમાર બારીયાએ રાષ્ટ્રીય સેવા યોજનાના ઉદ્ભવ તેના મહત્વ તથા કોલેજ કક્ષાએ શા માટે રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાવવું જોઈએ તે અંગેની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. સાથે જ આ કાર્યમાં જોડાઇને રાષ્ટ્રીય સેવા કરવાની તકને ઝડપી સેવામાં સહભાગી થવા માટેનું સૂચન પણ કર્યું હતું. આ કાર્યક્રમની ફલશ્રુતિ રૂપે કોલેજના સો(૧૦૦) થી વધુ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાવા માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડૉ. મહેશ ચૌહાણે કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકો વેલેન્ટાઈન દિવસે એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરતા હોય છે. આપડે બધા આ વિચારસરણીથી થોડું વધુ આગળ જઈને આ પ્રેમને રાષ્ટ્ર પ્રેમમાં પરિવર્તિત કરીએ તો સાચા અર્થમાં રાષ્ટ્ર સેવા થઇ શકે તેમ છે. આ માટે તેમણે વિદ્યાર્થીઓને આ રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાઈ રાષ્ટ્ર પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવવાનો સોનેરી અવસર ઝડપી લેવા જણાવ્યું હતું અંતમાં ગુજરાતી વિભાગના અધ્યાપક પ્રતીક શ્રીમાળીએ કાર્યક્રમમાં ઉપસ્થિત ટ્રસ્ટી, કોલેજ સ્ટાફ તેમજ તમામ વિદ્યાર્થીઓનો અંતઃકરણથી આભાર માન્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી