મુંબઈથી દક્ષિણ ગુજરાત અને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલવે સેવાથી જોડવા અંગે લેખિત રજુઆત ભરુચના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કરી છે. આ આગાઉ તેમણે લોકસભામા પણ રજૂઆત કરી હતી.
જેમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે ગુજરાતના વડોદરાથી કેવડિયા સુધીની બ્રોડગેજ લાઇનને કારણે દેશના અન્ય ભાગોમાંથી ટ્રેનોની અવરજવર ચાલુ છે, પરંતુ મુંબઈ અને દક્ષિણ ગુજરાતઆ રેલ માર્ગ પ્રવાસીઓ માટે અનુકૂળ નથી. આ ટ્રેનમાં વધુ સમય લાગે છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી મુંબઈ અને દક્ષિણ ગુજરાતના લોકોની મુસાફરી સરળ બનાવવું એ આજના સમયની તાતી જરૂરિયાત છે. અંકલેશ્વર થોડા વર્ષો પહેલા પશ્ચિમ રેલવે દ્વારા-800 કરોડના ખર્ચે રાજપીપળા રેલ્વે લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી હતી. ઉપરોક્ત અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ રેલ લાઇનને મુંબઈથી વાપી, સુરત, નવસારી અનેનવી રેલ્વે લાઈન નાંખીને રાજપીપળાથી વલસાડ વગેરેને જોડતી માત્ર 15 કિ.મી.કેવડિયા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુઘી જોડવી જોઈએ એવી સાંસદે રજુઆત કરી છે.
ત્યારબાદ મુંબઈથી કેવડિયા જવા માટે ફાસ્ટ ટ્રેનની કામગીરી શરૂ કરીને મુંબઈ અને દક્ષિણ ગુજરાતના લોકોને મુસાફરી માટે મોટી રાહત આપી શકાય એમ છે. આ સાથે વિદેશથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં ઘણી સગવડ થશે.અને આ ટ્રાફિકને કારણે રેલ્વેની આવકમાં મોટો વધારો થશે આ બાબતે સરકારને મારી વિનંતી છે કે રાજપીપળાથી કેવડિયા સુધી બ્રોડગેજ રેલ્વેલાઇન નાખવા માટે તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપે અને કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
આજે વડોદરાથી ગુજરાતના કેવડિયા સુધી બ્રોડગેજ લાઇનના નિર્માણને કારણે દેશના અન્ય ભાગોમાં ટ્રેનો દોડતી થઈ છે, પરંતુ આ રેલની સુવિધા હવે મુંબઈ અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે અનુકૂળનથી અંકલેશ્વર-રાજપીપળા રેલ્વે લાઇનને પશ્ચિમ રેલ્વે દ્વારા થોડા વર્ષો પહેલા લંબાવવામાં આવી હતી. 800 કરોડના ખર્ચે તેને બ્રોડગેજ રેલ્વે લાઇનમાં પણ પરિવર્તિત કરવામાં આવી હતી. જો ઉપરોક્ત અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ રેલ લાઇનને મુંબઈથી વાપી, સુરત, નવસારી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયાને રાજપીપળાથી વલસાડ વગેરેને જોડતી માત્ર 15 કિમી નવી રેલ લાઇન નાંખીને જોડવામાં આવે અને ત્યારબાદ મુંબઈથી કેવડિયા જવા માટે ફાસ્ટ ટ્રેનની કામગીરી શરૂ કરીને આઝાદીના આ અમૃત ઉત્સવમાં મુંબઈ અને દક્ષિણ ગુજરાતની જનતાને એક મહત્વપૂર્ણ ભેટ આપી શકાય તેમ છે. એનાથી આ સાથે દેશ-વિદેશમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા આવતા પ્રવાસીઓને ઘણી સગવડ મળશે અને રેલવેની આવકમાં મોટો વધારો પણ થશે. મેં લોકસભામા બજેટ પર બોલતી વખતે 8.2.2022 ના રોજ આ મહત્વપૂર્ણ વિષયનો ઉલ્લેખ કર્યો હતો અને 09.02.2022 ના રોજ નિયમ 377 હેઠળ આ વિષયને પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો ત્યારે મુંબઈથી દક્ષિણ ગુજરાત અને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલવે સેવાથી જોડવાની માંગ કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બ્રોડગેજ રેલ લાઇન નાખવા માટે રેલ્વે મંત્રાલયને યોગ્ય નિર્દેશો આપવા વડા પ્રધાનને લેખિત રજૂઆત કરી છે
જ્યોતિ જગતાપ, રાજપીપલા