Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના કાગડીવાડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.3 લાખથી વધુ મત્તાની ચોરી.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કાગડીવાડ વિસ્તારમાં આવેલ બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું હતું. રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 3 લાખથી વધુની ચોરી થતાં મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાણે પોલીસનો ડર ન રહ્યો હોય તેમ તસ્કરો એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે કાગડીવાડ વિસ્તારમાં આવેલ જમાતખાના હોલ નજીક તૈયબાહ નગરના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગત રોજ સાંજે પરિવારના સભ્યો કોઈ કામ અર્થે બહાર ગયા હતા, ત્યારે બંધ મકાનનો લાભ લઈ તસ્કરો મકાનમાં હાથફેરો કરી નાસી છૂટ્યા હતા. મકાન માલિક ઘરે આવતા તમામ સામાન વેર વિખેર પડ્યો હોવાનું નજરે ચઢ્યું હતું. ચોક્કસ મકાનમાં ચોરી થઈ હોવાનું જણાય આવતા મકાન માલિકે તપાસ કરતાં રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના મળ્યા ન હતા. રૂપિયા 3 લાખથી વધુના સરસામાનની ચોરી થતાં મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે ડોગ સ્ક્વોર્ડની મદદ લઈ વહેલી તકે તસ્કરોની પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સાબરકાંઠા- જિલ્લાના ઇડર માં આજે સવાર થી દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કારવામા આવી..દબાણ કર્તાઓમાં ફફડાટ છવાયો….

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ દ્વારા 60 લાખથી વધુ ખર્ચે તૈયાર થનાર બાળ મંદિર નું ભુમી પુજન કરી ખાતમુહૂર્ત કરાયું

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં લોકશાહીના મહાપર્વની ઉજવણીનો થનગનાટ : ૭૪ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!