Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની આશીર્વાદ હોસ્પિટલમાં આગ લાગતા 4 દર્દીનુ કરાયું રેસક્યુ.

Share

વડોદરાની નિઝામપુરાની આશીર્વાદ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આગ લાગતાની સાથે જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરાની નિઝામપુરાની આશીર્વાદ હોસ્પિટલમાં આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓપરેશન થિયેટરમાં એસી માં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આ હોસ્પિટલમાં એક બાળ દર્દી અને અન્ય દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા જે દર્દીઓ અહીં દાખલ હોય તેઓને આગ લાગવાનો બનાવ બનતા તેમના પરિવારજનો તેમજ દર્દીઓ પોતાના બેડ છોડી જીવ બચાવવા માટે તાત્કાલિક અસરથી હોસ્પિટલની બહાર દોડી ગયા હતા. આગ લાગતાની સાથે જ વડોદરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક અસરથી આશીર્વાદ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગોવાલીથી ઇકો કારમાં બેસી વડદલા તરફ આવતા ઈસમ લૂંટાયો.

ProudOfGujarat

નવસારીમાં ડહોળુ, ઓછા પ્રેશરથી, અપૂરતુ પાણી આવવાની બૂમ

ProudOfGujarat

વડોદરાનાં 105 કેન્દ્રોમાં બિન સચિવાલય સંવર્ગ 3 ક્લાર્ક, સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!