ઉમરપાડા તાલુકાના કદવાલી ગામમાં મહિલા સામખ્ય સુરત, શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કાયદાકીય જાગૃતિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં ગામના આગેવાનો, મહિલા સામખ્યના અધિકારી અને ૬ ગામની ૬૦ બહેનો કિશોરીઓ ઉપસ્થિત રહી હતી. તાલીમ દરમિયાન બહેનોના વારસાઈ હક્કો અને તે મેળવવા માટે ખાસ કરીને કઇ પ્રકિયા કરવી અને તે કેમ જરૂરી છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે બહેનોના વારસાઈ અંગેના પ્રશ્નો હતા તેના વિશે યોગ્ય માહિતી આપી વાકેફ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને બાળકોના શિક્ષણના અધિકારો વિશે પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલીઓ દ્વારા કેટલાક પ્રશ્નો શિબિરમાં રજૂ થયા હતા તેમને માહિતી આપવામાં આવી હતી તેમજ લોકલ સ્થાનિક શાળા સાથે સંકલન કરવામાં આવ્યું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
Advertisement