Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત રાજ્ય સરકારની આઈટી પોલીસને આવકારતા વડોદરા આઇ.ટી ક્ષેત્રના ઉદ્યોગકારો.

Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે ર૦રર થી ર૦ર૭ સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી આઈ.ટી. પોલિસીને વડોદરાના આઈ.ટી.ક્ષેત્રના ઉદ્યોગકારોએ વ્યાપક આવકાર આપ્યો છે.

ફેડરેશન ઓફ આઈ.ટી.એસોસિયેશન ઓફ ગુજરાતના ( FITAG) ના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટણીએ નવી આઈ.ટી પોલિસીને આવકારતા જણાવ્યું કે રાજ્ય સરકારની નવી આઈટી પોલીસી ખૂબ જ પ્રોત્સાહક છે જેના પરિણામે આઇટી ક્ષેત્રનો માત્ર વિકાસ નહીં પરંતુ સર્વાંગી વિકાસ થશે. આ નવી પોલિસીમાં રોકાણ ઉપર નહીં પરંતુ સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે જેના પરિણામે આઇટી ક્ષેત્રે નવું વાતાવરણ ઉભુ થશે અને મહત્તમ રોજગારીનું સર્જન થશે.

તેમણે જણાવ્યું કે આ નવી પોલિસીમાં આઈ.ઈ.સી કન્સેપ્ટ સાથે ઇન્ફર્મેશન એજ્યુકેશન અને કોમ્યુનિકેશન દ્વારા પ્રાથમિક કક્ષાના બાળકોમાં આઈટી ક્ષેત્રનું જ્ઞાન વધે અને તેની સાથે-સાથે તેઓ IT સાથે જોડાય તેને સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ પોલીસીમાં નવો સ્કીલ બેઝ પુલ ઊભો કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આવકારદાયક છે. બરોડા આઈટી એસોસિયેશનના ( BITA) ના પ્રમુખ કિશોર ગોરસીયાએ જણાવ્યું કે નવી નીતિમાં CAPEX-OPEX મોડલનો એક યુનિક કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે જે સમગ્ર દેશમાં આગવી પહેલ છે. નવી નીતિમાં સામાન્ય પ્રોજેક્ટ માટે વધુમાં વધુ રૂ. પ૦ કરોડની મર્યાદામાં રપ ટકાનો CAPEX સપોર્ટ અપાશે. મેગા પ્રોજેકટ માટે આ મર્યાદા રૂ. ર૦૦ કરોડ સુધીની રહેશે. જે અગાઉ માત્ર એક કરોડનો હતો. જેના પરિણામે SME નિકાસ કારોને ફાયદો થવા સાથે મોટા ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે.નવી નીતિને કારણે આઈ.ટી.ક્ષેત્રે રૂ.૨૫ હજાર કરોડના રોકાણનું લક્ષ રાખવામાં આવ્યું છે. જેને પરિણામ સ્વરૂપ એક લાખ જેટલી રોજગારીની તકો પણ ઉભી થવાની છે.

Advertisement

બરોડા આઈટી એસોસિયેશનના સચિવ રશ્મિકાંત જોષીએ માત્ર વડોદરામાં જ ૪૫૦ જેટલા આઈ ટી SME કાર્યરત છે, ત્યારે નવી નીતિને કારણે BPO અને SME ને વિસ્તરણની તક મળશે જેથી ઉત્પાદન વધશે અને રોજગારીના સર્જન થવા સાથે નિકાસ બહોળી થશે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારના સહયોગથી નવી નીતિને અમારા એસોસિયેશન મારફત મહત્તમ લોકો સુધી પહોંચાડી માર્ગદર્શન આપવામાં આવશે. નવી આઈ ટી નીતિ અમલમાં મૂકવા બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

ભરૂચ ભાજપની પેજ સમિતિની બેઠક યોજાઇ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં નજીવા મુદ્દે યુવાન પર તેના જ મિત્રએ ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ProudOfGujarat

ભરૂચ : વાગરા તાલુકામાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!