Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા નજીક ચાલુ ટ્રકમાંથી ધોરીમાર્ગ પર પત્થરો વેરાતા હાલાકિ સર્જાઇ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આજરોજ સેવાસદન નજીક ધોરીમાર્ગ પર એક પત્થર વાહક ટ્રકમાંથી પથરા રોડ પર વેરાતા હાલાકિ સર્જાઇ હતી. વિગતો મુજબ આજે બપોરના સમય દરમિયાન રાજપારડી તરફથી પત્થરો ભરીને જઇ રહેલ એક ટ્રકમાંથી પત્થરો વેરાઇને રોડ પર પડ્યા હતા. સદભાગ્યે પાછળ આવતા અન્ય કોઇ વાહન ચાલકને કે વાહનને કોઇ નુકશાન થયુ નહતું. ઉલ્લેખનીય છે કે પત્થરોનું વહન કરતા વાહનોએ પાછળ આવતા રાહદારીઓ કે વાહનોને પત્થરો પડવાથી કોઇ તકલીફ ના પહોંચે એ રીતે પત્થરોનું વહન કરવાનું હોય છે. જ્યારે આ ઘટનામાં પથરા ચાલુ વાહનમાંથી રોડ પર પડતા વાહનચાલકની બેદરકારી સામે આવી હતી. ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતા રહેતા આ મહત્વના ધોરીમાર્ગ પર પત્થરો વેરણછેરણ થતાં પસાર થતા અન્ય વાહનો માટે સમસ્યા સર્જાઇ હતી. રોડ ઉપર પડેલ પથ્થરોના કારણે નાના વાહનો સ્લિપ મારી જવાની સંભાવના પણ રહેલી છે. ત્યારે તંત્ર તાકીદે લાલ આંખ કરીને આવી બેદરકારી દાખવતા વાહન ચાલકોને નિયમો શીખવાડવા આગળ આવે તે જરુરી છે. રોડ પર વેરાયેલા પત્થર દોડતા વાહનોના કારણે ઉડીને રાહદારીઓને તેમજ અન્ય વાહનોને વાગવાની પણ સંભાવના રહેલી છે. ચાલુ વાહનમાંથી પત્થરો રોડ પર વેરાતા આ વાહન ઓવરલોડ જથ્થો ભરીને જતું હોવાની શંકા પણ ઉદભવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ડૉક્ટરના મુવાડા ખાતે સાત દિવસીય NSS કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અજીમાણામાં દેસાઇ પરિવારે પોતાની દિકરીના લગ્ન સાથે સાત વાલ્મિકી દીકરીઓને પરણાવી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ

ProudOfGujarat

પાટણના સરસ્વતીમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!