Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર ખાતે શ્રમકાર્ડ અને આધારકાર્ડ લિંકની સમજૂતી માટે શિબિર યોજાઇ.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે કુમારશાળામાં ઝઘડીયા સબ પોસ્ટ ડિવિઝન દ્વારા આજરોજ એક શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત ગ્રામજનોને ઇ શ્રમકાર્ડ અને આધારકાર્ડ લિંક વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે ઝઘડીયા સબપોસ્ટ વિભાગના તમામ અધિકારીઓ હાજર રહયાં હતા. ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક આ શિબિરમાં હાજર રહી માહિતી મેળવી હતી. આ પ્રસંગે નબીપુર બુનિયાદી કુમારશાળાના આચાર્યે પોતાના સ્ટાફ સહિત શિબિરને સફળ બનાવવા માટે સુંદર આયોજન કર્યું હતું. ઝઘડીયા સબપોસ્ટ ડિવિઝનના ઇન્સ્પેકટર મિતેષ આર. વદડીઆએ શિબિરને સફળ બનાવવા બદલ કુમારશાળાના આચાર્ય, સ્ટાફ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદ : કઠલાલ કપડવંજ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૨ ના મોત.

ProudOfGujarat

ઝઘડીયા BTP ના ધારાસભ્યએ AAP ના નેતાઓ પર થયેલ હુમલાને વખોડી કહ્યું, સરકાર આતંકવાદ ફેલાવવાનું કૃત્ય કરે છે : છોટુ વસાવા.

ProudOfGujarat

ગુજરાત સરકાર પેપરલીકને લઈ કડક કાયદો લાવશે, પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!