ભરૂચ જિલ્લામાં વસતા આહીર સમાજની કુળદેવી ખોડીયાર માતાજીની આજે ખોડિયાર જયંતિના મહાપર્વ સમગ્ર ભરૂચ જિલ્લાના ગામે ગામ આહીર સમાજ દ્વારા ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ આહિર સમાજના અલગ અલગ ગોત્રના આહીર પરિવારો દ્વારા આજે ભવ્ય ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંદિરે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આજે સવારે 11:00 કલાકે સત્યનારાયણ કથા, સાંજે મહા મહાઆરતી, મહાઅન્નકુટ અને કેક કાપી માતાજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી તથા મહા પ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ તાલુકાના તવરા ગામે શ્રી પાંચ દૈવી મંદિરે આહિર સમાજના અલગ અલગ ગોત્રના આહીર પરિવારો દ્વારા ખોડિયાર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય રંગબેરંગી ફૂલો દ્વારા મંદિરની સજાવટ કરવામાં આવી હતી. સવારથી જ મંદિરે પૂજન અર્ચન તથા સત્યનારાયણ કથા અને સાંજે માતાજીના પટાંગણમાં રાસ ગરબા અને ભવ્ય આતશબાજી સાથે માતાજીને કેક કાપી ઉજવણી કરાશે. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે માતાજીના દર્શન કરવા સવારથી જ ગામલોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.