ખેડા જિલ્લા વિકાસ અધિકારી તરીકે જ્યારથી મેહુલભાઈ દવેએ ચાર્જ સંભાવ્યો છે. ત્યારથી તેઓ દ્વારા ખેડા જિલ્લાની તાલુકા પંચાયતો તેમજ ગ્રામ પંચાયતોની આકસ્મિક મુલાકાત અવારનવાર કરવામાં આવી રહી છે. તેઓ જે તે કચેરી ખાતે અધિકારીઓ/કર્મચારીઓની નિયમીતતા, પેન્ડીંગ કામની વિગતો લઈ સત્વરે હકારાત્મક ઉકેલ લાવવા માર્ગદર્શન, કચેરીના કર્મચારીઓ / અધિકારીઓની કામગીરી તેઓને પડતી તકલીફો જેવી અનેક બાબતોની જાણકારી, કચેરી કામગીરી અને સ્વચ્છતા અંગે તકેદારી રાખવા જેવી અનેક બાબતોનું માર્ગદર્શન આપી કર્મચારીઓને ગ્રામજનોને મદદરૂપ થવા અમલ કરી હતી. આ પ્રસંગે તાલુકાવિકાસ અધિકારી જબુકાબેન કોરડીયા, તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Advertisement