જામનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ કોર્ટમાં આગામી સમયમાં ફોજદારી સમાધાન પાત્ર કેસો માટે લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ કોર્ટમાં તારીખ 12 માર્ચ 2020 ના રોજ સમાધાન પાત્ર ફોજદારી કેસો જેમ કે વિડિયો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ ચેક રિટર્નના કેસ બેંક રિકવરીના દાવા એમ એસ સી પી ના કેસ લેબર તકરાર વીજળી અને પાણીના બિલ તેમજ લગ્ન વિષયક તકરારના કેસો કે કૌટુંબિક તકરારના કેસો જમીન સંપાદનના કહેશો સહિતના કેસો નાલસાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં મેગા લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ લોક અદાલતનો લાભ લેવા માટે તમામ પક્ષકારોને આ તકે જો તેઓના પેન્ડિંગ કેસોમાંમાંથી નિરાકરણ શક્ય હોય તો તેમનો કેસ લોક અદાલત મારફત મુકવા માટે અને સુખદ સમાધાન મેળવવા માટે પક્ષકારોને લોક અદાલતના માધ્યમથી ઝડપી ન્યાય મળી શકે તેવા હેતુથી જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જો કોઈને લોક અદાલત દ્વારા કેસમાં સુખદ સમાધાન મેળવવું હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવો એવું એક યાદીમાં જણાવ્યું છે.