Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ડોર ટુ ડોર કલેકશન તથા વિકાસના કાર્યોનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.

Share

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે ૧ કરોડ ૩૭ લાખના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર નગરપાલિકામાં આવતા નવ વોર્ડમાં જનતાની સુખાકારી અર્થે રોડ રસ્તા, લાઈટો, પાણીની સુવિધા સહિતની માળખાકીય સુવિધાઓ પુરી પાડવા માટે નગરપાલિકા દ્વારા ઘણા સમયથી ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં કાર્ય શહેરભરમાં કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે થોડા દિવસ અગાઉ પણ બ્લોક અને આરસીસી રોડનું લાખોના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજરોજ અંકલેશ્વર શહેરના દરેક વોર્ડમાં ઘન કચરો અને ભીનો કચરો ઘરે ઘરેથી ઉઘરાવવા માટેનું ડોર ટુ ડોર સેવાનું પ્રારંભ કરી સ્વચ્છ અને સુંદર શહેર બનવાના પ્રયાસ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ અપીલ કરી હતી કે વિકાસ કાર્યોમાં સહકાર આપી શહેરને સ્વચ્છ અને વિકાશીલ બનાવા શહેરની જનતા અંકલેશ્વર નગરપાલિકાને સહભાગી બને. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ સહિત પાલિકાના ચૂંટાયેલા સભ્યો સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં નેશનલ હાઇવે પર ટેમ્પો ટ્રકમાં ઘુસી જતા ટેમ્પો ચાલકનું મોત.

ProudOfGujarat

જંબુસર ખાતે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર, પોલીસે વધુ તપાસ હાથધરી

ProudOfGujarat

રાજકોટના ભગવતીપરા રોડ ઉપર ગેરકાયદે 21 દુકાનોનું ડિમોલિશન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!