Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા કલેકટર કચેરી ખાતે ગરીબ કલ્યાણ મેળા અંગેની બેઠક યોજાઇ.

Share

ખેડા જિલ્લામા તા.૨૫ મી ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાશે. સમગ્ર રાજયમાં આગામી તા. ૨૪,૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લામાં આગામી તા. ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે ગરીબ કલ્યાણ મેળા અંગેની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જે તે વિભાગે કરવાની કામગીરીની રૂપરેખા જિલ્લા કલેટકર દ્વારા આપવામાં આવી હતી. તેઓએ મહત્તમ લાભાર્થીઓને લાભ આપવા તેમજ એકના એક લાભાર્થીઓને જે તે યોજનાનો લાભ ફરીથી ના અપાઇ જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ના ઝઘડિયાના રાજપારડી ચાર રસ્તા નજીક દિશા સૂચક બોર્ડના અભાવે અર્ટિગા કાર ડીવાઈડર ઉપર ચઢી ગઈ..

ProudOfGujarat

ભરૂચની મુલદ ચોકડી પાસેનાં ટોલ પ્લાઝા નજીક દ્વિચક્રી વાહનો માટે અલાયદો રસ્તો કરવા માટેની લેખિત અરજી જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.

ProudOfGujarat

અંકલેશ્વર નગર સેવા સદનના ગંદા પાણીની વહન કરતી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા અનેક ખેતરોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!