ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લા પંચાયત સંકુલમાં રંગોળી બનાવી અને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના હસ્તે બલૂન છોડી ગુજરાતમાં 10 કરોડ વેક્સિનેશનની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના 10 કરોડ વેકસીનશનમાં ભરૂચ જિલ્લાનો 27.50 લાખ વેકસીનેશનનું યોગદાન રહેલું છે. ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ વેકસીનેશનની આ સિદ્ધિ માટે આરોગ્ય કર્મીઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા તેમજ ભરૂચ જિલ્લામાં પ્રથમ ડોઝ 14 લાખ લોકોને અને બીજો ડોઝ 13.15 લાખ લોકોને આપી દેવામાં આવ્યો હોવાનું કહી હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન સહિત 37000 લોકોને બુસ્ટર ડોઝ પણ આપી દેવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. આગામી દિવસોમાં બીજા ડોઝની પણ 100 ટકા કામગીરી સંપન્ન કરી દેવાશે તેવી પણ તેમને આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દુલેરા, ડો.વસાવા, સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાને નાથવાની વહીવટી તંત્રની કવાયતમાં નાગરિકો પણ વેકસિન લઈ સાથ સહકાર આપે તે આવશ્યક છે.
ગુજરાતમાં વેકશીનેશનનો આંક 10 કરોડ થતાં ભરૂચ ખાતે ઉજવણી.
Advertisement