Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના મીરાનગરના રહેવાસીઓએ જનહિતમાં બૌડાને કરેલ રજુઆત.જાણો શું ?

Share

અંકલેશ્વરના મીરાનગરના રહેવાસીઓએ જનહિતમાં બૌડાને અરજી કરી ગેરકાયદેસર બાંધકામ તોડવા વિનંતી કરી હતી. આ અંગે વિગતે જોતા અરજદાર વસંત રૂસ્તમભાઈ દીવાન ૨૨૨, મીરાનગર, દુર્ગામાતા મંદિરની સામે, રાજપીપળા રોડ, મુ.સારંગપુર એ બૌડામાં કરેલ અરજીમાં જણાવ્યું છે કે સારંગપુર, સર્વેનંબર -૧૯૧ / ૧ માં આવેલ પ્લોટ નંબર – ર૧૭ થી ૨૨૬ ઉત્તર તરફની લાઈન તથા સામેની દક્ષિણ સાઇડ ૨૪૬ થી ૨૫૫ વાળી લાઈનની વચ્ચે ૬-૦૦ મીટરનો રોડ જે નકશામાં આપેલ છે અને શરૂઆતથી જ રોડ આપવામાં આવેલ છે, જે નકશાની કોપી આ અરજી સાથે સામેલ કરેલ છે. સદર બે લાઈન વચ્ચે ૬ – મીટરનો રોડ આપવામાં આવેલ છે પરંતુ પ્લોટ નંબર –૨૧૭ થી ૨૨૬ ઉત્તર તરફની લાઈન તથા સામેની દક્ષિણ સાઈડ ૨૪૬ થી ૨૫૫ વાળા મકાનોના અમુક રહીશોએ રોડ ઉપર ગેરકાયદેસર વધારાનું બાંધકામ કરી દીધેલ છે જેઓ તેઓના ઘર આગળ સાઈડ રોડ તરફ હદથી વધારે આગળની સાઈડ રોડ ઉપર વધીને બાંધકામ કરેલ છે જે રોડ નકશામાં ૬ મીટર બતાવેલ છે જે હાલ અડધો રહી ગયેલ છે. બન્ને બાજુથી સામ સામે મકાનોવાળા આ રીતે પાંચ – પાંચ ફુટ આગળ વધી વધારાનુ બાંધકામ કરી દીધેલ છે જેના થકી આવવા જવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. મોટા વાહન પણ લાઈન ( ગલી ) માં આવી શકતા નથી. રોડ સાંકડો થઈ ગયેલ છે જેથી કરીને ફોર વ્હીલ કે મોટા વાહનો અંદર ઘર સુધી આવી શકતા નથી, ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ક્યારેક કોઈને ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સની જરૂર પડે ત્યારે તાત્કાલીક ધોરણે એમ્બ્યુલન્સ પણ અંદર લાઈન ( ગલી ) માં આવી શકતી નથી અને ભવિષ્યમાં સંજોગોવસાટ કોઈ આગ લાગે કે કોઈ કુદરતી ઘટના ઘટે તેવા સમયે ફાયરબ્રિગેડના વાહનો પણ અંદર આવી શકે નહીં તેવી હાલની પરિસ્થિતિ થઈ ગયેલ છે જેથી બૌડાને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા રજુઆત કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના પાંચબત્તી સર્કલ વિસ્તારમાં કાર ભડકે બળી, સદનસીબે કોઇ જાનહાની નહિ.

ProudOfGujarat

ભરૂચમાં લોકસભા ચૂંટણી-2024 મત ગણતરી કેન્દ્રની પોલીસ અધિક્ષક મુલાકાત લેવામાં આવી

ProudOfGujarat

19 વરસે પૂન: નવસારીની મોટી સમસ્યા ‘પાણી’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!