Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડાના ઉચવણ ગામે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.

Share

ઉમરપાડા તાલુકાની ઉચવણ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ- 2022 યોજાતા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ અને કલા કૌશલને બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ચૌધરી, ઉમરપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, ઉમરપાડા તાલુકાના કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા, સુરત જિલ્લાના યુવા મોરચાના ઉપપ્રમુખ કિરીટભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અર્જુનભાઇ વસાવા, વનરાજ હાઇસ્કૂલના આચાર્ય કલ્પેશભાઈ વસાવા, કેવડી કેન્દ્રના શિક્ષક અને બીટ નિરીક્ષક સંજયભાઈ ચૌધરી, ઉચવણ કેન્દ્રના ઇન્ચાર્જ સીંગાભાઈ વસાવા, ઉમરપાડા તાલુકાના બી.આર.સી કૉ ઓર્ડીનેટર અલપેશભાઈ પંચાલ, તેમજ તમામ સી.આર.સી શિક્ષકો, વિવિધ શાળામાંથી આવેલા શિક્ષક ભાઇ બહેનો, ઉંચવાણ શાળાના શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરપાડા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં કુલ 8 સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં એકપાત્ર અભિનય, રાસ, ગરબા, લોકનૃત્ય અને સમૂહ ગીત સહિત વિવિધ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મોડેલ શાળા આમલી દાભડાના બાળકોનો પ્રથમ ક્રમ આવ્યો હતો. ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં વનરાજ હાઈસ્કૂલ ઉમરપાડાના બાળકોનો પ્રથમ ક્રમ આવ્યો હતો. વકૃત્વ સ્પર્ધામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ચોખવાડાનો પ્રથમ ક્રમ આવ્યો હતો. આમ વિવિધ સ્પર્ધાઓમાં કુલ 87 બાળકોએ ભાગ લીધો હતો અંતે વિજેતા તમામ બાળકો ભાગ લેનાર તમામ બાળકો અને સાથે તૈયાર કરનાર તમામ શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : કોંગ્રેસમાં ઘમાસાણ, યુવા પાંખના હોદ્દેદારો વચ્ચે મારામારી, મામલો પોલીસ મથકે પહોંચ્યો…!!

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરાના તલાટીને પંદર દિવસમાં અરજદારને માહિતી આપવા ટીડીઓનો હુકમ.

ProudOfGujarat

ભરૂચની નરનારાયણની ખડકીમાં તંત્રની બેદરકારીને કારણે વીજ વાયર જીવલેણ સમાન !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!