વડોદરા ગ્રામ્ય પોલીસ એસ ઓ જી દ્વારા એક તમંચા જેવા હથિયાર સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે વિગતે જોતા પોલીસ એમ.એસ.ભરાડા, ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા સુધીરકુમાર દેસાઇ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરાએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે હેતુથી ગેરકાયદેસર હથીયારની હેરાફેરીની પ્રવૃત્તી ડામવા અને આવી પ્રવૃત્તી કરતા ઇસમોને ઝડપી પાડવા જીલ્લાના તમામ અધિકારીઓને સુચના કરેલ હતી, જે સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર, એસ.ઓ.જી, વડોદરા ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસોની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ. જે અન્વયે એસ.ઓ.જી. ટીમના માણસોએ સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગની કામગીરી હાથ ધરેલ, દરમ્યાન એસ.ઓ.જી. ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, ડભોઇ મોજે સીમળીયા બસ સ્ટેન્ડ પાસે, બોડેલીથી ડભોઇ આવતા રોડ ઉપર એક ઇસમે પોતાના કબ્જામાં તમંચો રાખેલ છે જે માહીતી અંગે એસ.ઓ.જી. ટીમે ત્વરીત કાર્યવાહી હાથ ધરી તાત્કાલીક સીમળીયા બસ સ્ટેન્ડ પાસે, બોડેલીથી ડભોઇ આવતા રોડ ખાતે પહોંચી એક ઇસમ કાનજીભાઇ કરશનભાઇ બામણીયા ઉ.વ ૨૯ ધંધો ખેત મજુરી રહે. પટેલ ફળીયુ, અંધારકાંચ, તા.કઠીવાડા, જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ ) ને દેશી હાથ બનાવટનો તમંચો કિ.રૂ. ૫,૦૦૦ /- સાથે પકડી પાડી તેના વિરૂધ્ધમાં ડભોઇ પો.સ્ટે ખાતેગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
વડોદરામાં દેશી તમંચા સાથે એક ઇસમ ઝડપાયો.
Advertisement