ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે ૨૪ માં નર્મદા જયંતિ મહોત્સવમાં સવા લાખ દિવડા અને 1008 મીટરની ચુંદરી અર્પણ સહિત ભવ્ય આતશબાજી, ભવ્ય અન્નકૂટ અને કેક કાપી માતાજીની જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી.
ઝાડેશ્વર ખાતે આવેલ વિશ્વ ગાયત્રી મંદિરે અલખધામ ખાતે છેલ્લા ૨૩ વર્ષથી નર્મદા જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ છે. સોમવારે નર્મદા જયંતી નિમિત્તે સાંજે 7:00 કલાકે ભવ્ય અન્નકૂટ, કીર્તન, આતશબાજી, 1008 મીટરની ચુંદડી માતાજીને અર્પણ કરાઇ તેમજ સવા લાખ દિવડા થકી મહા આરતી અને મહાપ્રસાદનું મહામંડલેશ્વર સ્વામી અલખગીરીજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય નર્મદા જયંતિની ઉજવણી કરાઈ. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે નર્મદા જયંતી કોરોનાની ગાઈડલાઈનને અનુસરી નર્મદા જયંતિની ઉજવણી કરાઇ છે.
પહેલી ફેબ્રુઆરીથી મંદિરના પટાંગણમાં સપ્તષિ કથાનું આયોજન કરાયું હતું જેમાં મહંત માતા સત્યનાંગીરીજી એ કથાનું રસપાન કરાવ્યું હતું તથા નર્મદા જયંતીના દિવસે 24 માં નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે ઉજવણીનો સવારે ગાયત્રી મહાયજ્ઞથી પ્રારંભ થયો હતો અને સાંજે નર્મદા જયંતિ મહોત્સવનું સમાપન થયું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માઇભકતો નર્મદા માતાના દર્શન કરવા તેમજ મહાઆરતી અને ચૂંદડી અર્પણ કરવામાં લ્હાવો લીધો હતો.
ભરૂચમાં નર્મદા જ્યંતી નિમિતે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે વિવિધ કાર્યક્રમ યોજાયા.
Advertisement