Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ગ્રાહકોને ‘સાયબર ઈન્સ્યોરન્સ’ ઓફર કરવા માટે એરટેલ પેમેન્ટસ બેંક સાથે કરી ભાગીદારી.

Share

એરટેલ પેમેન્ટ્સ બેંકે તેના પ્લેટફોર્મ પર ગ્રાહકો માટે ઉપલબ્ધ વીમા ઉકેલોની વિશાળ શ્રેણીમાં ઉમેરો કરીને, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપની સાથે ભાગીદારીમાં સાયબર ઈન્સ્યોરન્સ ઓફર કરવાનું શરૂ કર્યું છે.

ડિજિટલ પેમેન્ટ્સ અને ટ્રાન્ઝેક્શન્સમાં થયેલી વૃદ્ધિને કારણે ઑનલાઇન છેતરપિંડી પણ વધી છે અને તે વધુને વધુ અત્યાધુનિક બની રહ્યા છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તરફથી સાયબર વીમા સોલ્યુશન ગ્રાહકોને બેંકિંગ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ સંબંધિત સંભવિત નાણાકીય છેતરપિંડી, ઓળખની ચોરી; ફિશિંગ અથવા ઇમેઇલ સ્પૂફિંગ સહિતની છેતરપિંડી સામે નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.

Advertisement

એરટેલ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો એરટેલ થેંક્સ એપનો ઉપયોગ કરીને ગણતરીની મિનિટોમાં આ સાયબર વીમા પોલિસી ખરીદી શકે છે. આ વીમો ઝીરો વેઈટીંગ પિરીયડ સાથે આવે છે અને વપરાશકર્તાઓને પૉલિસી કાર્યકાળ દરમિયાન, પસંદ કરેલ વીમાની રકમની મર્યાદામાં એકથી વધુ વખત બહુવિધ દાવા કરવાની મંજૂરી આપે છે. પોલિસી 90-દિવસની ડિસ્કવરી મુદત પ્રદાન કરશે અને ત્યારબાદ સાત-દિવસનો રિપોર્ટિંગ સમયગાળો આપશે. આનો અર્થ એ છે કે જો વીમાધારકને વ્યવહારની તારીખના 90મા દિવસે તેમના કાર્ડ અથવા ખાતામાંથી અનધિકૃત ટ્રાન્ઝેક્શનની જાણ થાય તો તેઓ હજુ પણ તેની જાણ આગામી સાત દિવસમાં ઈશ્યુ કરનાર બેંક અથવા મોબાઇલ વૉલેટ કંપનીને કરી શકે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 મહામારીએ ઘર અને કામકાજના સ્થળ વચ્ચેની રેખાને પાતળી કરી દીધી છે. અસંખ્ય કંપનીઓ ઘરેથી કામ કરવાની બાબતને સામાન્ય બનાવી રહી હોવાથી, ઓપન ડોમેનમાં વિપુલ પ્રમાણમાં ડેટા વહન કરવામાં આવી રહ્યો છે, તેથી અત્યારના સમયે સંવેદનશીલ માહિતી પહેલા કરતા વધુ અસુરક્ષિત બની છે. અમે એરટેલ પેમેન્ટ્સ બેંક સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ કારણ કે આ અગ્રણી જોડાણ અમારા ગ્રાહકોને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના યુગમાં સાયબર-હુમલાઓના વિસ્ફોટને રોકવા માટે નવા-યુગના નવીન જોખમ ઉકેલો પ્રદાન કરવાની કંપનીની પ્રતિબદ્ધતાને મહત્વ આપે છે.”

એરટેલ પેમેન્ટ્સ બેંકના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી ગણેશ અનંતનારાયણે જણાવ્યું હતું કે, “અમને અમારા ગ્રાહકોને આ પ્રોડક્ટ ઓફર કરવા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે ભાગીદારી કરવામાં આનંદ થાય છે. તે અમારા હાલના સરળ, સુરક્ષિત અને મૂલ્ય આધારિત ઉકેલોના સિધ્ધિમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે અને અમે આશા રાખીએ છીએ કે અમારા વપરાશકર્તાઓ આ અનન્ય ઓફરનો લાભ મેળવશે.”

એરટેલ પેમેન્ટ્સ બેંક તેના ગ્રાહકોને તેમની ચૂકવણીની યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા માટે અનેક નવીન પહેલો કરી રહી છે. ગયા વર્ષે, બેંકે એરટેલ સેફ પે ─ ઓનલાઈન ચૂકવણી કરવાની સૌથી સુરક્ષિત રીત શરૂ કરી. તેના પ્લેટફોર્મ પર સાયબર ઈન્સ્યોરન્સ સોલ્યુશનની આ રજૂઆત એ દિશામાં વધુ એક પગલું છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ લાખો ગ્રાહકોને તેમની વૈવિધ્યસભર જરૂરિયાતોના આધારે તેના ગ્રાહકોને સરળ અને નવા યુગના જોખમ ઉકેલો ઉપલબ્ધ કરાવવામાં મોખરે છે. આ જોડાણ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તરફથી એક નવીન ઉકેલ હશે કારણ કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઈઆરડીએઆઈ) એ મહામારી દરમિયાન ડિજિટલ છેતરપિંડી અને સાયબર ચોરીમાં થયેલા વધારાને ટાંકીને સાયબર વીમાની જરૂરિયાતને રેખાંકિત કરી છે. અવિરત ગ્રાહક અનુભવને તેના મૂળમાં રાખીને, કંપનીએ ‘IL TakeCare એપ’ જેવા ટેક-આધારિત ઉકેલો પણ ઓફર કર્યા છે જ્યાં ગ્રાહકો પોલિસી ખરીદી શકે છે, દાવાઓનું સંચાલન કરી શકે છે અને પોલિસી રિન્યૂ કરી શકે છે. વધુમાં, કંપની તેના ગ્રાહકોને તેમની સુવિધા અનુસાર વિવિધ પ્લેટફોર્મ દ્વારા વીમો ખરીદવાનો વિકલ્પ આપે છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

સાગબારા પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં વડ ઉદવહન યોજનાનું પાણી ટેસ્ટિંગ કરાતા નીરનાં વહેણ આવતા જગતનો તાત અને પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી.

ProudOfGujarat

ગોધરા LCB શાખાના બે કર્મચારીઓ હપ્તાની ઉઘરાણી કરે છે તેવા આક્ષેપ સાથે મહિલાએ SPને લેખિત રજુઆત કરતા પોલીસબેડામાં ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!