હમણાં જ થોડા દિવસ પહેલા રાજવી પરિવારના વર્તમાન સદસ્યો શ્રીમંત મહારાજા રઘુવીર સિંહ ગોહિલ અને તેમના સુપુત્ર અને વર્લ્ડસેલીબ્રિટી બનેલા
યુવરાજ માનવેન્દ્રસિંહે અમારા પ્રતિનિધિને રાજવી પરિવારની એક ગોપનીય અને ખાસ પ્રકાશમા નહીં આવેલી એવી વિશેષ માહિતી મુલાકાત આપી હતી. જેમાં તેમણે એક વાત સ્પષ્ટ કરી હતી કે મહારાજા વિજયજી મહારાજ ચિત્રકલાના પણ ખૂબ શોખીન હતા અને કલાકારોને ખાસ પ્રોત્સાહન આપવા વિજયસિંહ મહારાજાએ એમના વખતમાં રાજપીપળાની જૂની હવેલી ખાતે એક ચિત્રશાળા શરૂ કરી હતી. જેમા મહાન ચિત્રકારોને આ ચિત્રશાળા માટે આકર્ષ્યા હતા. આ ચિત્રશાળામાં અવાર નવાર મહારાજા વિજય સિંહજી મહારાજા પોતે ચિત્ર પ્રદર્શન, વર્કશોપ, સેમિનાર જેવા કાર્યક્રમો યોજી ચિત્રકારો ને બોલાવતા હતા.અને તેમને પુરસ્કાર પણ આપતાં હતા.
આ ચિત્રશાળા અને તે વખતની ચિત્ર કારીગરીની અદભુત કહાણી મુંબઈ સ્થિત ત્યાંના ફિરદોષ આર્ટ કલેકટર એવા કલાપ્રેમી એડવોકેટ ફિરદોષ ઈરાની દ્વારા જાણવા મળી અને ફિરદોષ ઈરાની સાથે રાજપીપલાની ચિત્રશાળા અને જાણીતી ચિત્રકાર અમૃતા શેરગિલમા દુર્લભ ચિત્રોની જે અદ્ભુત માહિતી આપી તે મુલાકાતના અંશો પ્રસ્તુત કર્યા છે.
મહારાજા વિજયસિંહજી મહારાજ પોતે ચિત્રકલા પ્રેમી હતા. તેથી તેમણે રાજપીપલામા જૂની હવેલી ખાતે એક ચિત્ર શાળા શરૂ કરેલી. જેમાં
તેમને બોલાવી પ્રોત્સાહન આપતા હતા. આ ચિત્ર શાળામાં અનેક નાની-નાની કલાકારો આવતા. એમાં જાણીતી ચિત્રકાર અમૃતા શેરગીલનો પણ સમાવેશ થાય છે. આ અંગે ફિરદોષ ઈરાનીને જણાવ્યું હતું કે રાજપીપલામા મહારાજાએ એવા સમયમાં ચિત્રશાળા શરૂ કરી હતી જયારે તે વખતે દેશમાં કોઈ પ્રાઇવેટ મ્યુઝિયમ નહોતું. તે વખતે કોઈ આર્ટિસ્ટને સપોર્ટ નહોતું કરતું. ત્યારે મહારાજા અને પદ્મિનીદેવીએ બન્નેએ મળીને કલાકરોને પ્રોત્સાહન આપ્યું. તેમના પ્રોત્સાહનથી આ ચિત્રશાળામાં મહાન ચિત્રકારો જેવાકે ગાયતોન્ડે, બેંદરે, બી. પ્રભા, પલસીકર ઉપરાંત અન્ય મહારાષ્ટ્રીયન કલાકારો આવી ચુક્યા હતા.તેઓ બોમ્બે આર્ટ ગેલરી જેવા શોને સ્પોન્સર કરતાં હતા. તે વખતના કાલ ખંડાલાવાળા મહારાજા સાહેબને આ અંગે સલાહ સૂચન પણ કરતાં.
ફિરદોષ ઈરાનીએ ચિત્રશાળા ના કલાકારો દ્વારા તૈયાર કરેલા અનેક ચિત્રોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં ભારતની તે વખતની જાણીતી ચિત્રકાર અમૃતા શેરગિલનો ખાસ ઉલ્લેખ કર્યો છે. ફિરદોષ ઈરાનીના પિતાશ્રી જેમનું નામ શાપુર મુરાદશા ઈરાની હતું. રાજવી પરિવારના હુંપર બિકાનેર પેલેસના જે કન્ટ્રોલર હતા તે અને મારા પિતા એમના ખાસ મિત્ર પણ હતા અને સાથે રહેતા હતા પાડોશી પણ હતા અને બન્નેને ચિત્ર કલામાં ખાસ રસ પણ હતો. તેમનો પેલેસમા રાજવી પરિવાર સાથે સારો ઘરોબો પણ હતો. જ્યારે મહારાજાના પેલેસના આર્ટવર્ક કાઢી નાંખવાનું હોય ત્યારે કુપર સાહેબ આવા પેઇન્ટિંગ ખરીદી લેતા. ત્યારે મહારાજાએ 1969 મા શેરગિલ પાસેથી તે સમયના 500/-રૂપિયામા વિન્ડસર લેડ ઘોડાનુ ચિત્ર ખરીધ્યું હતું અને 1979-80 મા એ પેઇન્ટિંગકુપર પાસેથી મારા પિતાજી શાપુર ઈરાનીએ ખરીદી લીધું હતું. ફિરદોષ ઈરાનીના જણાવ્યા અનુસાર મારા પિતાજી પાસેતે વખતે 500 થી પણ વધુ દુર્લભ પેઇન્ટિંગ હતા જેમાં અમૃતા શેરગિલનુ વિન્ડસર લેડ ઘોડાનુ પણ પેઇન્ટિંગ હતું. આ પેઇન્ટિંગ કેવી રીતે બન્યું તેની વાત કરતાં ફિરદોષ ઈરાનીએ જણાવ્યું હતું કે મહારાજાએ અમૃતા શેરગિલને વિન્ડસર ઘોડાનુ ચિત્ર કમિશન કરવા અમૃતાને ફોટો મોકલેલો અને જણાવેલ કે મારે આ ઘોડાનુ સરસ પેઇન્ટિંગ જોઈએ. તે વખતે આ ઘોડાનું અને પેઈન્ટિંગનુ વિશેષ મહત્વ એટલા માટે હતું કે જ્યારે વિજયસિંહજી મહારાજે ઇંગ્લેન્ડમાં જે ઇપ્સમ ડર્બી રેસ જીતી હતી તેમનો પ્રખ્યાત ઇન્ડિયન ઘોડો વિન્ડસર લેડ ખૂબ પ્રખ્યાત થયો હતો. આ અંગે આર્ટિસ્ટ ફિરદોષ ઈરાનીને મુલાકાતમા જણાવ્યું હતું કે હિન્દુસ્તાનના ઇતિહાસમા આજદિન સુધી કોઈ ઇન્ડિયન ઘોડો ડર્બી રેસ જીત્યો નથી એ પહેલો અને છેલ્લો હતો. ત્યારબાદ એ ચિત્ર લંડનના સોથબીસ ઓપન હાઉસ દ્વારા 2019 મા ઓપશન માટે આ લેવાયું હતું. અને એ પેઇન્ટિંગનુ સર્ટિફિકેશન થયું હતું. વિવાન સુંદરમે તેનું સર્ટિફિકેશન કર્યું હતું. અને નેશનલ ગેલરી ઑફ મોડર્ન આર્ટના રાજીવ આર્ટ ડાયરેક્ટરે રાઈટ અપ કર્યું હતું. અને એ પછી એ પેઇન્ટિંગ ઓપશનમા નાંખેલું. તે વખતે તેની અપસેટ કિંમત સાડા ચાર કરોડ થી સાડા છ કરોડ ની કિંમત રાખવામા આવી હતી.
પરંતુ તે જનામાં પણ ગંદુ રાજકારણ એટલે કે આર્ટ પોલિટિકસ ચાલતું હતું. તે વખતના દુર્લભ ચિત્રો લે વેચ કરનારા મોટા ખેરખાંઓ આ પેઇન્ટિંગની વધારે કિમત ના આવે તે માટે આ પેઇન્ટિંગ તો બધાએ જોયેલ છે. તેની આટલી બધી કિંમત ના અપાય. એમ કહીને તેની અપસેટ કિંમત ઘટડાવા પ્રયત્નો શરૂ થયેલા. અને તેની કિંમત ઘટાડીને સાડા ત્રણ કરોડ નકકી કરવાનુ રાજકારણ રમાયું. પણ ત્યારે ફિરદોષ ઈરાનીએ તેને નકારતા જણાવેલ કે 1 વર્ષ પહેલા અમૃતાનુ એક ચિત્ર 18 કરોડમાં 2018 મા વેચાયું હતું જેની સાઈઝ આ ચિત્ર કરતાં અડધી સાઈઝનુ પણ નહોતું. તેથી ફિરદોષ ઈરાનીને સાડા ત્રણ કરોડની અપસેટ કિંમત નકારી કાઢી અને કહ્યું કે આ પેઇન્ટિંગની અપસેટ કિંમત તો સાડા ચાર કરોડની ઉપર રહેશે તેથી તેમણે એ હરાજી કરવાનું કેન્સલ કરી તેણે ઓપશનમાંથી કઢાવી નાંખ્યું અને આજે હવે આ દુર્લભ પેઇન્ટિંગ મુંબઈ સ્થિત એડવોકેટ ફિરદોષ ઈરાની પાસે જ છે. આમ હવે આ પેઇન્ટિંગ અમૂલ્ય બની ગયુ છે. આજે પણ મહારાજા વિજય સિંહ મહારાજને અને વિન્ડસર ઘોડાનુ દુર્લભ ચિત્રને આજે પણ લોકો યાદ કરે છે.
આજે રાજપીપલાની ચિત્ર શાળા પણ હયાત નથી પણ અમૃતા શેરગિલનુ વિન્ડસર ઘોડાનુ અમૂલ્ય પેઇન્ટિંગ આજે પણ કલાપ્રેમીઓમા પ્રશંશાને પાત્ર બન્યું છે. આ અંગે વધુ પ્રકાશ પાડતાં ફિરદોષ ઈરાનીએ જણાવ્યું હતું કે આ ચિત્રનું મૂલ્ય અને ચિત્રકારની ગરિમા જળવાઈ રહે એ માટે આ દુર્લભ ચિત્રની હરાજી હાલ તો અટકાવી દીધી છે. જેની અપસેટ કિંમત સાડા ચાર કરોડ રૂપિયાથી વધુ હોવી જોઈએ. તેથી હાલ પૂરતું આ નીલામી નહીં કરવાનો નિર્ણય લેતાં તેમણે જણાવ્યું હતું કે ચિત્રકારની કલાની કિંમત ઓછી થવી ન જોઈએ. આજે કલાકાર હયાત પણ નથી ત્યારે એની કિંમત સાડા ચાર કરોડથી ઓછી નહીં જ થાય અર્થાત હવે પછી આ ચિત્ર સાડા ચાર કરોડ કે તેથી વધુ કિંમતે લિલામ થાય તો નવાઇ નહીં. આજે પણ દેશભરમાં આ ચિત્ર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
દીપક જગતાપ, રાજપીપલા