શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ઈ.એન.જીનવાલા કેમ્પસ, અંકલેશ્વર ખાતે કાર્યકારી આચાર્યશ્રી ડૉ. કે. એસ ચાવડા, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. રાજેશ પંડ્યા અને ડો.જયશ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ શ્રમકાર્ય કર્યું હતું.
રાષ્ટ્રીય સેવા યોજના સેવા, સમૂહ ભાવના અને સમાજ, રાષ્ટ્ર, વ્યક્તિ પ્રત્યેની કર્તવ્ય ભાવના, સ્વાવલંબન અને શ્રમ કાર્ય શીખવે છે. આપણા માટે કોઈ કામ નાનું નથી એવી ભાવના કેળવે છે. વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં સહભાગી થવાના ગુણો વિકસે તે માટે વિદ્યાર્થી અવસ્થાથી જ વ્યક્તિત્વ વિકાસના જીવન લક્ષી ગુણો શીખવવાનું કામ કરે છે. એન.એસ.એસ. એ નું સૂત્ર છે Not me but you. એનએસએસના વિદ્યાર્થીઓ યશ પ્રજાપતિ, સાફી શેખ, ધાર્મિક પટેલ, મન્સૂરી અલ્તાફ, મોહમ્મદ સાદ, અમ્માર પઠાણ, તોફીક મુલ્લા, શાહીદ શેખ વગેરેએ શ્રમકાર્ય કર્યું હતું.
અંકલેશ્વર : ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ શ્રમ કાર્ય કર્યું.
Advertisement