ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે બલીરાજાના તપોવન ભુમી પર આવેલ અતિ પ્રાચિન નર્મદા મંદિરે નર્મદા માતાજીને સવામણ દુધનો અભીષેક કરવા સાથે મંદિરના પટાંગણમાં જ નર્મદા કુંડી યજ્ઞા સહિત હવન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ઝાડેશ્વર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે પણ માં નર્મદાની સવા લાખ દિવડાની મહાઆરતી, અન્નકૂટ, 1000 સાડી અર્પણ, મહાપૂજા, અભિષેક અને મહાપ્રસાદી, વગેરે જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત દેશ હજુ પણ કોરોના જેવી મહામારીના ભરડામાંથી મુક્ત થયું નથી ત્યારે નર્મદા જયંતી નિમિત્તે યોજાતા ભવ્ય કાર્યક્રમોના જગ્યાએ સરકાર દ્વારા જાહેર કરેલી કોવિડની ગાઈડલાઈન પ્રમાણે મંદિરોમાં સાદગીપૂર્ણ રીતે મા પાવન સલિલા નર્મદાજીની જયંતી ઉજવામાં આવી રહી છે.
Advertisement