Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની અભિલાષા ફાર્મા કંપનીમાં દુર્ઘટના સર્જાતા બે કામદારોના મોત.

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની અભિલાષા ફાર્મા કંપનીમાં રિએક્ટરનું ઢાંકણ ખોલતી વેળા સ્પાર્ક થતાં 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝી ગયેલા કામદારોને તાબડતોબ ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા 2 કામદારો ટૂંકી સારવાર બાદ મોતને ભેટ્યા હતા. જ્યારે 3 કામદારની હાલ સારવાર ચાલી રહી છે.

અંકલેશ્વર જીઆઇડીસીની કંપનીમાં રાત્રી કામગીરી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા બાદ બે કામદારના મોત થવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં આવેલી અભિલાષા ફાર્મા કંપનીમાં શુક્રવારે મધરાતે ગોપાલ સુદામ, સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ, રઘુનાથ બુધી સંકેત, હરિઓમ ઉપાધ્યાય, રામદિન મંડલ રિએક્ટરમાં આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નાખી નજીકમાં કામ કરી રહ્યા હતા જે વેળા રીએક્ટરનું ઢાંકણ ખોલતા ઘટના સર્જાઈ હતી. ઢાકણ ખોલતા જ રિએક્ટરમાં સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો હતો. જેને પગલે નજીકમાં કામ કરી રહેલા 5 કામદારો દાઝી જતાં દોડધામ મચી જવા પામી હતી. કંપની સત્તાધીશોએ દાઝી ગયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.

Advertisement

જ્યાં ટૂંકી સારવાર બાદ મૂળ મધ્ય પ્રદેશનો અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી મોઘમણી ચોકડી સ્થિત યોગી એન્જિનિયરિંગ પાસેના ભાડાના રૂમમાં રહેતો 22 વર્ષીય સુંદરસિંગ ઇન્દ્રસિંગ અને હરિઓમ ઉપાધ્યાયનું કરૂણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ કામદારો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે જી.આઇ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Share

Related posts

મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આમોદ પહોંચેલી ગાંધી સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના સારંગપુર ગામમાં બે સગી બહેનો ગુમ થતા ચકચાર, અપહરણની આશંકા એ પોલીસે તપાસ શરૂ કરી

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ના ચોક્સી બજાર ખાતે ઇન્કમટેક્સ ના દરોડા થી વેપારીઓ માં ફફડાટ ની લાગણી છવાઈ હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!