Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે માં સરસ્વતીની પૂજા કરી વસંત પંચમી કરાઇ ઉજવણી.

Share

અંકલેશ્વર એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે વસંત પંચમી ઉજવણી કરાઈ હતી. શિક્ષકો દ્વારા માં સરસ્વતીની પૂજા કરી હતી. માં સરસ્વતી ગીત તેમજ અન્ય સાંસ્કૃતિક કૃતિ શિક્ષકો રજૂ કરી હતી. બાળકો દ્વારા ઓનલાઇન કાર્યક્રમ નિહાળ્યો હતો.

અંકલેશ્વર દીવા રોડ સ્થિત જલારામ નગર ખાતે આવેલ એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ આજે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. વસંત પંચમીની ઉજવણી પ્રાકૃતિક પરિવેશમાં ઉત્સાહના થનગનાટ સાથે વર્ચ્યુઅલ વધામણા કરવામાં આવ્યા હતા. શાળાના સુપરવાઈઝર મીતાબેન રીંડાણીની ઉપસ્થિતિ હેઠળ દીપ પ્રાગટ્ય કરી સૌ શિક્ષક મિત્રો સાથે મળી માં સરસ્વતી પૂજન કરી શાળાના શિક્ષક બહેનોએ પ્રાર્થના અને અભિનય ગીત દ્વારા ઋતુરાજ વસંતનો આવકર અને માં શરદના પ્રાગટ્યને શાળાના ભાષા શિક્ષકા કામિનીબેન અને સંગીત શિક્ષક કરણસિંહ ભટારા દ્વારા વસંત રાગ આલાપ કરી કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

આમોદ માં ભીમપુરા ગામમાં રહેણાંક વિસ્તારની નજીક આવેલા તળાવમાં વનવિભાગે મગર પકડી પાડી ગણેશ મંડળોને ભયમુક્ત કર્યા

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ જીઆઇડીસી ની ફેક્ટરીઓ બંધ પરપ્રાંતિયનાં હિજરતના કારણે ઉદ્યોગો સંકટમાં

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!