ઉછીના નાણાં પરત ન આપતા તેમજ માંગતી રકમ સામે લખી આપેલ ચેક બેકમાં પૂરતું બેલેન્સ ન હોવાથી પરત ફરતા આ અંગે કોર્ટમાં કેસ દાખલ કરતા અદાલતે આરોપીને સજા ફટકારી છે.
આ અંગેની વિગત જોતા આ કામના આરોપી જીજ્ઞાસાબેન અશોકભાઈ બેરાવાલા એ આર કે.કાસ્ટા, હીલીંગ ટચ હોસ્પીટલ પાસે, ભરૂચ મુકામે ઓઝા ફલેઇમ નામની એન્ડ હેલ્થ કેર પ્રોડ્કટસ માટે માટે માર્કેટીંગ શરૂ કરેલું અને તેમના હાથ નીચે કામ કરતા એજન્ટોને લોભામણી લાલચો આપીને પોતાના ધંધાનો વિકાસ કરવા માટે સ્કીમો બતાવી મોટી મોટી રકમો હાથ ઉછીની લીધેલી અને તેની સામે લોકોને ચેકો આપેલા અને જે તે સમયે એજન્ટનું કામ કરતા રોહિણીબેન રાજગુરૂને જીજ્ઞાસાબેને જણાવેલ કે મારે પૈસાની સખત જરૂરીયાત છે જેથી રોહીણીબેને પોતાની પાસેના, તેમના પતિના તેમજ અન્ય નજીકના સગાઓ પાસેથી નાણાંની સગવડ કરી આપલી જે રકમની સામે જીજ્ઞાસાબેને રોહીણીબેનને કેટલીક રકમ પાછી આપી હતી. અને બાકીની લેણી ૨કમ અંગે રૂ।. ૩,૫૦,૦૦૦ ની સગવડ થઈ શકેલી નહી જેવી લેણી રકમની અવારનવાર માંગણી કરતા જીજ્ઞાસાબેને રોહીણીબેનને રૂ.પ૦,૦૦૦ ના ૭ ચેકો લખી આપેલા અને એવો વિશ્વાસ અને ભરોસો આપેલો કે આ ચેકો તમો તમારા ખાતામાં વટાવવા માટે નાંખશો કે તરત જ તમોને તમારી લેણી રકમ મળી જશે, જેથી પાકતી તારીખે રોહીણીબેને તમામ ચેકો પોતાના બેંક ખાતામાં વટાવવા માટે નાંખતાં તમામ ચેકો અપુરતા નાણાં ભંડોળના બેકના શેરા સાથે પાછા ફરેલા, જેથી રોહીણીબેને તેમના એડ્વોકેટ રાજેશ ટી.પુજાપતિ મારફતે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ -૧૩૮ મુજબ ની રૂ।.પ ૦,૦૦૦ ના ૭ ચેકો પૈકી રૂ .૫૦,૦૦૦ /– ના ૩ તેમજ બીજા રૂ।.૫૦,૦૦૦ ના ૩ ચેકો ની અલગ નોટીશ તેમજ રૂ.૫૦,૦૦૦ / – ના ચેકની અલગ નોટીશ આપેલી અને કોર્ટમાં કુલ ૩ ફરીયાદ દાખલ કરેલી. જે તમામ કેસો અંગે ન્યાય મૂર્તિ મુનશીએ એક એક વર્ષની જેલની સજા ફટકારેલ છે તેમજ અરજદારને નાણાં પાછા આપવા હુકમ કરેલ છે.