ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે વીજ કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર ડેવીડ વસાવાનુ સ્થાનિક ગ્રામજનો તેમજ ખેડૂતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. વીજ વિભાગ દ્વારા ખેતી વિષયક તેમજ ઘરેલુ વપરાશ માટેનો વીજ પુરવઠો રાબેતા મુજબ મળે તે માટે કરેલ વિવિધ કામગીરી અંતર્ગત વીજ અધિકારીને સન્માનિત કરાયા હતા. રાજપારડીના ખેડૂત કુંતેસભાઇ પટેલના જણાવ્યા મુજબ રાજપારડી વીજ કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર ડેવીડ વસાવા તેમજ તેઓની ટીમ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં સ્થળ નિરિક્ષણ કરી લો વોલ્ટેજ, ફોલ્ટ સમસ્યા તેમજ વીજ પ્રવાહ ખોરવાય તેવા પ્રશ્નો સંદર્ભે લોકોની રજુઆત સાંભળી તાકીદે નવા વીજ ટ્રાન્સફોર્મર ગોઠવી નવા વીજ વાયરો નાંખીને સમસ્યા દુર કરવા કામગીરી કરી હતી, તે અંતર્ગત વીજ ટિમને સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત નવનિર્મિત વણાકપોર સબ સ્ટેશનમાંથી જયોતિગ્રામ તથા ખેતીવિષયક વીજ લાઇનો અલગ કરી હતી, જેનાથી ખેડૂત વર્ગને વીજ પ્રવાહ નિયમોનુસાર મળતો થયો છે. આ પ્રસંગે વીજ ટિમ દ્વારા ગ્રામજનોનો આભાર માની ભવિષ્યમાં જો કોઇ વીજ સમસ્યા સર્જાય તો તે બાબતે અવશ્ય ધ્યાન દોરવા જણાવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ