માંગરોળ તાલુકાના વસ્તાન ગામે જી આઈ પી સી એલ કંપનીના ગ્રીન બેલ્ટ એરિયામાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું.
વસ્તાન ગામના પશુપાલક મોતિયાભાઈ કાળીયાભાઈ વસાવાની માલિકીના બેથી ત્રણ વર્ષના વાછરડાને સીમમાં ચારો ચરાવવા માટે ગોવાળ લઈ ગયો હતો, આ સમયે કંપનીના ગ્રીન બેલ્ટ એરિયામાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ પશુપાલકે વાંકલ વન વિભાગની કચેરીને કરતા વન વિભાગ દ્વારા મૃત વાછરડાનો કબજો લઈ પી.એમ કરવામાં આવ્યું હતું તેમજ પશુપાલકને નુકશાનીનું વળતર મળે એ માટેની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. થોડા સમય પહેલા એક ગાય એક વાછરડો તેમજ ચાર જેટલા બકરાનું દીપડાએ મારણ કર્યું હતું ત્યારે દિપડા દ્વારા થતા પશુઓના મારણને કાયમી ધોરણે રોકી આ સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી માંગ સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનો કરી રહ્યા છે.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ