Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પાલેજમાંથી ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.

Share

ભરૂચ જિલ્લાના પાલેજમાંથી રીક્ષામાં માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો લઈ જતા બે ઇસમોને 30 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા હતા.

ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તેના માટે એસ.ઓ.જી પોલીસ પાલેજ વિસ્તારમાં ગઇકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા હોટલ સીટી પોઇન્ટની બાજુના રોડ ઉપર જહાંગીર પાર્ક સોસાયટી ખાતેથી એક ઓટો રીક્ષા નં. GJ – 01 – TB – 0396 માં બે યુવાનો આવતાં જોઈ તેમને કોર્ડન કરી રોકી રીક્ષાની ઝડતી તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજાનો 30 કીલો 650 ગ્રામ જથ્થો જેની કિંમત રૂ. 3,06,500/- તથા બંન્નેની અંગઝડતીમાં 2 મોબાઇલ, રીક્ષા મળી કુલ રૂ. 4,02,000/- નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

Advertisement

ગાંજા સાથે પકડાયેલા આરોપી (1) અસીમ ઐયુબ સિંધી અને (2) ભરત શંકર માછીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નાવેદખાન નાશીરખાન પઠાણને વોન્ટેડ જાહેર કરાયો હતો.


Share

Related posts

અંક્લેશ્વરની RMPS સ્કુલમાં અવોર્ડ વિનર દિવ્યાંગ મહિલા દ્વારા ધ્વજ વંદન…

ProudOfGujarat

વડોદરા : સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખોદકામ વહન અને સંગ્રહના ૧૨૬ કેસો ઝડપી રૂ.૨.૪૩ કરોડથી વધુ રકમની ખનિજ ખાતાએ કરી વસુલાત.

ProudOfGujarat

પંચમહાલ -: પોપટપૂરા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા પાણી શરબતની સેવા પૂરી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!