Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ રજૂ કરે છે નૂતન ફેસ સ્કેન ફીચર.

Share

ગ્રાહકો માટેના તેના ડિજિટલ-ફર્સ્ટ અભિગમને અનુરૂપ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેની સિગ્નેચર એપ, IL TakeCare (ILTC) પર એક નૂતન ફેસ સ્કેન સુવિધા રજૂ કરી છે, જે બે મિનિટમાં મહત્વપૂર્ણ બાબતોની તપાસને સક્ષમ બનાવે છે.

ઉદ્યોગમાં પ્રથમ, એપના બેનર હેઠળ રજૂ કરાયેલ નૂતન ઉકેલ, ‘તમારા આરોગ્યના મહત્વને જાણો’ (‘નો યોર હેલ્થ વાઇટલ્સ’) વપરાશકર્તાઓને બ્લડ પ્રેશર, SpO2 (ઓક્સિજન સંતૃપ્તિ), હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસનો દર, હૃદયના ધબકારામાં બદલાવ અને તાણના સ્તર જેવી મહત્વપૂર્ણ તમામ બાબતો પર કોઈપણ વધારાના ઉપકરણો વિના અને તેમના ઘરની આરામ અને સુરક્ષિતતામાં નજર રાખવામાં મદદ કરે છે. કોવિડના કેસોમાં તાજેતરમાં થયેલી વૃદ્ધિ સાથે, આ મહત્વપૂર્ણ બાબતોનું નિયમિતપણે નિરીક્ષણ કરવાની જરૂરિયાત અંગે જાગૃતિ વધી રહી છે. બ્લડ પ્રેશર મોનિટર, ઓક્સિજન મીટર વગેરે જેવા બહુવિધ ગેજેટ્સને જાળવવાના ખર્ચ અને ઝંઝટને ટાળીને વપરાશકર્તાઓ ફક્ત એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ મહત્વપૂર્ણ બાબતોને તપાસી શકે છે. આ એપ સરળ છે જે વેલનેસ માટેનો એક વ્યાપક ઉકેલ પૂરો પાડે છે તથા ઉપચારાત્મકને બદલે નિવારક અભિગમને પ્રોત્સાહન આપે છે. આ અનોખા પ્લેટફોર્મનો ઉપયોગ પ્રથમ ધારકની સાથે તેમના પરિવારના સભ્યો પણ કરી શકે છે.

Advertisement

મહત્વનો મુદ્દો એ છે કે, મહામારી દરમિયાન ડિજિટલ સોલ્યુશન્સને ઝડપી સ્વીકૃતિ મળી છે. ILTC એપ, જેણે તાજેતરમાં 10 લાખ ડાઉનલોડ્સની સિદ્ધી હાંસલ કરી છે, તેણે એપ્લિકેશનમાં નવી સુવિધાઓ ઉમેરી છે, જેમાં માનસિક સુખાકારી, સરળ-રિન્યુઅલ્સ, પોસ્ટ પોલિસી હેલ્થ ચેક-અપ્સ, કોન્ટેક્ટલેસ મોટર ક્લેમ સર્વિસ, હેલ્થ બૂસ્ટર રિન્યુઅલ, આરોગ્ય જોખમ મૂલ્યાંકન, અને વેલનેસ ગોલ્સનો સમાવેશ છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા તમામ ઉકેલોના મૂળમાં પ્રોડક્ટની નૂતનતા છે તથા તે ઉત્પાદનોને ઝડપથી ગ્રાહકો સુધી પહોંચાડવાની ક્ષમતા છે જે ગ્રાહકોની ભાવનાત્મક અને વ્યવહારુ જરૂરિયાતો અને ઈચ્છાઓની ઊંડી સમજ સાથે જોડાયેલી છે. ILTC એપને ગ્રાહકોએ ઉમળકાભેર વધાવી છે, જેમાં ગ્રાહકોને વીમા અને વેલનેસ સહિતના પ્રોગ્રામની વિવિધ સુવિધાઓનો લાભ મળે છે.

ભૂતકાળમાં, કંપનીએ તેના ગ્રાહકો માટે ક્લાઉડ-આધારિત વીમો, સરળ ઓનલાઈન રિન્યુઅલ્સ, પોલિસીની ખરીદી માટે ટેલિ કન્સલ્ટેશન, દાવાની સરળ નોંધણી સહિતના અનેક નવીન, નવા-યુગના ઉકેલો રજૂ કર્યા છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ટેકનોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે જે વીમાના ગ્રાહકો માટે તેમની પોલિસી ખરીદવા અથવા રિન્યૂ કરવા તેમજ તેમની સર્વિસીસને સરળ બનાવવાની જરૂરિયાતોને સુલભ અને વધુ અનુકૂળ બનાવે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની ફ્લેગશિપ IL TakeCare
એપ, અમારા મૂળમાં રહેલી ગ્રાહક કેન્દ્રિતતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક એવું પગલું છે જે એકંદર સુખાકારી અને સહાનુભૂતિ દ્વારા સંચાલિત છે. અમે માનીએ છીએ કે, અત્યંત સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં લાંબા ગાળાનું મૂલ્ય સર્જન નવા યુગના ગ્રાહકો માટે ડિજીટલ ફર્સ્ટ, ડીઆઈવાય અને અવિનાશી અભિગમ મારફતે જુદા તારવવા પર વધુ આધાર રાખે છે. ફેસ સ્કેન ફીચર એ આરોગ્ય તપાસ માટેની એક શક્તિશાળી નૂતનતા છે જે વ્યવહારુ સંબંધથી આગળ વધીને વર્તમાન સમયમાં આરોગ્યની તપાસ કરે છે. વધુમાં, અમારી ILTC એપના 1.2 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ થયા છે જે માસિક ધોરણે 25% થી વધુની વૃદ્ધિ છે. નવી પોલિસીઓ, દરરોજ 200 થી વધુ ટેલિ કન્સલ્ટેશન્સ અને અમારા 1/3 થી વધુ આરોગ્ય દાવાઓનું સમાધાન એપ દ્વારા થાય છે. અમે અમારા ગ્રાહકો અને સહયોગીઓને શ્રેષ્ઠ કક્ષાનો ડિજિટલ અનુભવ પ્રદાન કરવાની કલ્પના કરવા માગીએ છીએ અને આવનારા સમયમાં ઘણી નવી રજૂઆતો લાવવા પ્રતિબદ્ધ છીએ.”

ILTC એપમાં રિટેલ અને કોર્પોરેટ બંને ગ્રાહકો માટે બહુવિધ અનન્ય સુવિધાઓ છે. તેમાં ફેસ સ્કેનનો ઉપયોગ કરીને બે મિનિટ કરતાં ઓછા સમયમાં હૃદયના ધબકારા, ઓક્સિજન સ્તર અને તાણ સ્તરની તપાસ, ગ્રાહકની સુવિધા અનુસાર ઑડિયો, વીડિયો અને ચેટ દ્વારા ટેલિ કન્સલ્ટેશન , વેલનેસ બ્લૉગ્સ અને પોલિસી સંબંધિત દસ્તાવેજો માટે ક્લાઉડ-આધારિત સ્ટોરેજની સુવિધાનો સમાવેશ થાય છે. એપ્લિકેશન માત્ર થોડા ક્લિક્સ સાથે પોસ્ટ-પોલીસી ચેક-અપના બુકિંગની સુવિધા આપે છે, એપ્લિકેશન દ્વારા દાવાનું રીઅલ-ટાઇમ ટ્રેકિંગ અને કસ્ટમાઇઝ્ડ CHI રિન્યૂઅલ ફ્લો સહિતને આવી લેવાયા છે.

આ ઉપરાંત, એપ્લિકેશન તબીબી પરીક્ષણો પણ શેડ્યૂલ કરી શકે છે અને પરિણામો પ્રાપ્ત કરી શકે છે. આ એપ દ્વારા, ઓપીડીના ગ્રાહકો ડોકટરો અને ક્લિનિક્સની કેશલેસ મુલાકાતનો લાભ લઈ શકે છે અને આ એપ દ્વારા હોમ ડિલિવરી સાથે દવાઓનો ઓર્ડર આપી શકે છે. આ સોફ્ટવેર એન્ડ્રોઇડ અને iOS ફોન પર ચાલે છે. ગ્રાહકો એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી ILTC એપ ડાઉનલોડ કરીને આ સેવાનો ઉપયોગ કરી શકે છે.

અમારી સિગ્નેચર એપ્લિકેશન IL TakeCare એ તમારા વીમા અને વેલનેસની જરૂરિયાત પૂરી કરવા માટેનો સર્વાંગી ઉકેલ છે. ડાઉનલોડ કરવા માટે, નીચેના QR કોડ સ્કેન કરો.

સૂચિત્રા આયરે


Share

Related posts

કપડવંજ, નડિયાદ વિધાનસભા વિસ્તારમાં સાંસદ સંપર્ક-સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડાના ગુલી ઉમર ગામે પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી.

ProudOfGujarat

વન વિભાગ દ્વારા વિશ્વપર્યાવરણ દિન ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!